Jai Hind

મેંદરડાના શિક્ષકનું મુખ્યમંત્રીએ બહુમાન કર્યુ

ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2026 માં મેંદરડા તાલુકાના શિક્ષક બહાદુરસિંહ વાળા ની પસંદગી થતા તેમને સન્માનિત કરવામાં આવ્યા. શ્રી બહાદુરસિંહ વાળા દ્વારા સ્વરચીત બાળ કાવ્યો નું એનિમેશન જે ુજ્ઞીિીંબય પર અપલોડ કરીને રાજ્યના આશરે 1,25,000 જેટલા બાળકોને મૂલ્ય શિક્ષણ અને ભાષા શિક્ષણની કામગીરી, બાયસેગ ખાતે થી આપવામાં આવેલ પાઠ, રાજ્યકક્ષાના ઇનોવેશન ફેરમાં કરેલ ભાગીદારી, રાજ્યકક્ષાના બેસ્ટ ચાઈલ્ડ સેન્ટ્રિક ટીચિંગ લર્નિંગ મટીરીયલ, વિવિધ શિક્ષણના મેગેઝિનોમાં લેખ, વેકેશન દરમિયાન વાંચન લેખન ગણન ની કામગીરી, કોરોના કાળ દરમિયાન ટીમ્સ ટીચિંગ કામગીરી, વિવિધ શિક્ષક તાલીમોમાં રિસોર્સ પર્સન અને કી રિસોર્સ પર્સન તરીકે કરેલી કામગીરી, રાષ્ટ્રીય કામગીરી જેમ કે ચૂંટણી અને વસ્તી ગણતરીમાં માસ્ટર ટ્રેનર તરીકે કરેલી કામગીરી સહિતની અનેક વિશેષ કામગીરીને ધ્યાનમાં લઇ તેમને રાજ્યકક્ષાનો આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.