Jai Hind

ઘોઘા ખાતે 613 વયોવૃદ્ધજનોને રૂ.55.12 લાખના સહાયક ઉપકરણોનો નિ: શુલ્ક વિતરણ કેમ્પ

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના જન્મદિવસ નિમિત્તે

તા.8/9/26 ના રોજ રાણાધર સ્કૂલ, મોરચંદ ઘોઘા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના માર્ગદર્શનમાં સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સિનિયર સિટીઝન્સ માટે ભારત સરકારની “રાષ્ટ્રીય વયો યોજના” અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે નિ: શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના જન્મદિવસ નિમિત્તે આ વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિર અંતર્ગત અગાઉ 613 વરિષ્ઠ નાગરિકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તા. 08 સપ્ટેમ્બર 2026 ના રોજ રૂ. 55,12,754/- ના કુલ ખર્ચે આ પૂર્વ-ચિહ્નિત 613 વરિષ્ઠ નાગરિકોને નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી મતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયા ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. મંત્રીના અનુરોધ પર એલિમ્કો (અકઈંખઈઘ – ભારત સરકારનું સાહસ) દ્વારા ભાવનગર જિલ્લાના તમામ બ્લોકમાં તા. 30.06.2025 થી 16.07.2025 સુધી જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગરના સહયોગથી અને સાંસદના માર્ગદર્શન હેઠળ બ્લોકવાઇઝ મૂલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકન શિબિર બાદ ભાવનગર જિલ્લામાં કુલ 8,091 વરિષ્ઠ નાગરિકોને કુલ 45,968 ઉપકરણોના નિ: શૂલ્ક વિતરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાં ઉપકરણોની કુલ કિંમત રૂ. 7.65 કરોડ છે. તા. 08.09.2026 ના રોજ આયોજિત વિતરણ શિબિરમાં પૂર્વ-ચિહ્નિત 613 વરિષ્ઠ નાગરિકોને એલિમ્કો દ્વારા નિર્મિત વિવિધ શ્રેણીના સહાયક ઉપકરણો મફતમાં વિતરિત કરવામાં આવશે. જેમાં વ્હીલચેર, લાકડી (વોકિંગ સ્ટીક), કાનનું મશીન (શ્રવણ યંત્ર), કૃત્રિમ દાંત, વિવિધ પ્રકારના બેલ્ટ, વોકર, કમોડ સ્ટૂલ વગેરે સહાયક ઉપકરણો સામેલ છે. ઉલ્લેખનીય છે કે તા.8 સપ્ટેમ્બર ના રોજ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા નો જન્મદિવસ છે.