Jai Hind

રાજુલાના હીંડોરણા ગામે જુગાર રમતા પાંચ શખ્સો રોકડ રૂ.33,750 સાથે ઝડપાયા

રાજુલા પોલિસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તથા હીંડોરણા બીટ પોલીસ ટીમે હીંડોરણા ગામે મીરા દાતાર વિસ્તારમાં જાહેરમાં હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા રજુલાના હીંડોરણાગામે રહેતા ભગતભાઇ દેવાભાઇ મકવાણા, ભેરાઇ રોડ મીરાનગરમાં રહેતા અશોકભાઇ બચુભાઇ બોસમીયા, લોઠપુર દરબાર શેરીમાં રહેતા કીશોરભાઇ બાબાભાઇ ધાખડા, હીંડોરણા ધાર વિસ્તારમાં રહેતા માધાભાઇ કરશનભાઇ ગમારા તથા લોઠપુર સંધી વાસમાં રહેતા વિજયભાઇ કરશનભાઇ ચૌહાણ સહિત પાંચ ઈસમોને રોકડા રૂ.33,750 ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.