Jai Hind

જાફરાબાદથી ભાવનગર જવા એકપણ બસ ન મળતા મુસાફરોે હેરાન-પરેશાન

સવારથી બપોરે 4 વાગ્યા દરમિયાન બસ તાત્કાલીક ધોરણે ચાલુ કરવા ઉઠતી માંગણી

જાફરાબાદથી ભાવનગર જવા માટે સવારથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી ની એક પણ બસ ભાવનગર જવા માટે એક પણ બસ ન મળતા મુસાફર જનતા હેરાનપરેશાન થઈ રહી છે. જાફરાબાદથી ભાવનગર જવા માટે સવારના 7:20 પછી થી સાંજના 4:00 વાગ્યા સુધીમાં એક પણ બસ ભાવનગર જાવા માટે સીધી બસ મળતી નથી મુસાફર જનતા ને વાયાં રાજુલા થઈ ને ભાવનગર જવું પડી રહ્યું છે. જેથી કરીને મુસાફર જનતા ને ડબલ ટીકીટ ખર્ચ કરીને વાયાં વાયાં ભાવનગર સુધી પહોંચવું પડી રહ્યું છે. તેના લીધે મુસાફર હેરાનગતિ ભોગવવી રહ્યા છે. જાફરાબાદ થીં ભાવનગર જતા દવાખાનાના કામે જતા લોકોને આખો દિવસ બગાડવો પડી રહ્યો છે. જેથી કરીને મુસાફર ને સમય અને પૈસા નો બગાડ થઈ રહ્યો છે. અને મુસાફર જનતા હેરાનપરેશાન થઈ રહી છે.
મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ માછીમારો, તથા વેપારીઓ, અને આમજનતા હાડમારી વેઠિ રહી છે. મુસાફર જનતા ના હિતમાં લક્ષમાં લઈ ને આ બસને તાત્કાલિક ધોરણે ચાલું કરવામાં આવે તેવી માંગ સંસ્થાઓ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ બન્ને સંસ્થાઓ તથા મુસાફર જનતા ના હિતમાં આ બસને વહેલી તકે ચાલુ કરવામાં આવે તો એસટી તંત્ર ને સારી એવી આવક થઈ શકે તેમ છે. આ બસને મુસાફર જનતા ના બહોળા હિતને ધ્યાનમાં લઈને એસટી તંત્ર તાત્કાલિક ધોરણે ચાલું કરવામાં આવે તેવી ઉગ્ર માગણી સંસ્થાઓ માંથી ઉઠી છે. આ બાબતે એસટી તંત્ર ધ્યાન ઉપર લેવામાં નહીં આવે તો અગામી દિવસોમાં બન્ને સંસ્થાઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવશે તેની એસટી તંત્ર ગંભીર નોંધ લેઇ તેમ સંસ્થાઓ દ્વારા જણાવાયું છે.