અપાયેલ સરકારી જવાબોએ પોકળ દાવાની પોલ ખોલી નાંખી
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ન માં સરકારી જવાબ ભાજપ ના પોકળ દાવાની પોલ ખોલી નાખી છે.
વેરાવળ તાલુકાના ઉકડીયા અને માળીયા (હા) તાલુકાના લાછડી ગામ પાસેથી પસાર થતી દેવકા નદીમાં ‘સૌની યોજના’ અંતર્ગત પાણી છોડવા બાબતે સરકારે આપેલા સત્તાવાર જવાબ સાબિત કર્યું છે કે ખેડૂતોને માત્ર મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. સરકાર પોતે સ્વીકારે છે કે પાઈપલાઈન માટે માત્ર ‘સૈદ્ધાંતિક મંજૂરી’ મળી છે અને ‘વહીવટી મંજૂરી’ હજુ પ્રક્રિયા હેઠળ છે. જ્યારે દેવકા નદીમાં પાણી છોડવા પ્રશ્ને સરકાર “પ્રશ્ન ઉપસ્થિત થતો નથી”. એટલે કે છેલ્લા એક વર્ષમાં દેવકા નદી કે લાછડી સિંચાઈ યોજનામાં એક ટીપું પાણી પણ પહોંચાડવામાં આવ્યા નથી તેમ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે. આ ઉપરાંત સરકારી ફાઇલોમાં ક્યાં સુધી તરસ્યા રહેશે ખેડૂતો ? સૈદ્ધાંતિક મંજૂરી કઈ તારીખે મળી હતી અને વહીવટી મંજૂરી ની ફાઈલ કયા મંત્રી કે બાબુ ના ટેબલ નીચે દબાઈ ને પડી છે? “જ્યારે આખો વિસ્તાર પાણી માટે પોકાર કરી રહ્યો છે, ત્યારે સરકાર વિધાનસભામાં એવો નિર્લજ્જ જવાબ કઈ રીતે આપી શકે કે “પાણી છોડવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી”? ચોક્કસ ડેડલાઈન જાહેર કરો અને સરકાર સ્પષ્ટ કરે કે વહીવટી મંજૂરી કઈ તારીખ સુધીમાં મળશે અને પાઈપલાઈનનું વાસ્તવિક કામ જમીન પર ક્યારે શરૂ થશે ? દેવકા નદીમાં પાણી કયા વર્ષે પહોંચશે ? બજેટ માત્ર જાહેરાત માટે કે કામ માટે ? આ યોજના માટે બજેટમાં કેટલી રકમ ફાળવવામાં આવી છે? શું આ યોજના પણ માત્ર ચૂંટણીલક્ષી વાયદાઓ પૂરતી જ સીમિત રાખવાની ગણતરી છે? વહીવટી આળસ માટે કોણ જવાબદાર? આટલા સંવેદનશીલ અને ખેડૂતોના હિત સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં વહીવટી મંજૂરી અટકાવી રાખનારા કયા અધિકારીઓ સામે સરકારે અત્યાર સુધી તપાસ કે પગલાં લીધાં છે? સરકાર કાગળ પરની પ્રક્રિયાઓ બતાવી ને ગીર સોમનાથના ખેડૂતોની ધીરજની કસોટી ન કરે. જો તાત્કાલિક ધોરણે વહીવટી મંજૂરી આપી પાઈપલાઈનનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં નહીં આવે, તો સ્થાનિક સ્તરે ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર જન આંદોલન છોડવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.