પોલીસે રોકડ સહિતનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
ખંભાળીયા, ભાણવડમાં ત્રણ સ્થળે જુગારના દરોડા પાડી પોલીસે 13 શકૂનીને ઝડપી લઈ રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી વાણીયા વાડી પાસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ખીમા મેરૂભાઈ ભાટિયા, કાંતિ વરજાંગભાઈ સોનરાત અને આમીન ગુલમામદભાઈ રાઠોડ નામના ત્રણ શખ્સોને પોલીસે રૂ. 6,150 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે મોડી રાત્રીના આશરે 1:30 વાગ્યાના સમયે જમન પરસોતમ રામાવત નામના શખ્સના રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારના અખાડામાંથી જમન પરસોતમ રામાવત સાથે વીઘા હાજાભાઈ સંધીયા, રામા ભુગાભાઈ ચાવડા, આલા રાજશીભાઈ ખૂટી, રામદે પીઠાભાઈ ખૂટી, વલ્લભ નારણભાઈ વાવણોટીયા અને દેવાણંદ ધનાભાઈ ગોજીયા નામના 7 શખ્સોને ઝડપી લઇ, રૂ. 53,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામેથી એલ.સી.બી. પોલીસે ફારૂક ઉઢાભાઈ ઘૂઘા, સાજીદ ઉર્ફે ઝેરી ઈસ્માઈલભાઈ ઘૂઘા અને ઇસુબ ઉર્ફે વિલન કાસમભાઈ ઘૂઘા નામના ત્રણ શખ્સોને રૂ. 18,100 ની રોકડ રકમ સહિત કુલ રૂ. 38,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં ઈકબાલ હાજી હિંગોરજા નામનો શખ્સ જાહેર થયો છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.