પોલીસે સપ્લાયરની શોધખોળ હાથ ધરી
ઓખામાં વિદેશી દારૂના 120 ચપટાં સાથે પોલીસે બૂટલેગરને ઝડપી લઈ રૂ.51,600નો મુદામાલ કબ્જે કરી સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા અક્ષય જગદીશભાઈ ઘેડિયા નામના 26 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે રૂપિયા 21,600 ની કિંમતના વિદેશી દારૂના 120 ચપટા સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા 51,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો આ જથ્થો તેણે દ્વારકાના રહીશ પિયુષ તુલસીદાસ જેઠવા પાસેથી મેળવ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે ઓખા મરીન પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
માતા-પુત્ર ઉપર હુમલો: બે સામે ફરિયાદ
ખંભાળિયાના બરછા સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા મુકેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી નામના 39 વર્ષના યુવાન તથા તેમના માતાને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, છરી તથા પાઇપ વડે હુમલો કરવા સબબ અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા નારણગીરી દેવગીરી ગોસ્વામી અને ચંદુગીરી નારાયણગીરી ગોસ્વામી નામના બે શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.