Jai Hind

ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન પ્રશ્ર્ને … કોટડાપીઠાના ખેડુતોની સ્પષ્ટ માંગણી અમને આરસી કમિટી અને પરિપત્ર મંજુર નથી

ગ્રામ પંચાયત કચેરીએ મહત્વની બેઠક મળી

કોટડાપીઠા ગ્રામપંચાયત કચેરી ખાતે આજે વીજ લાઈન / થાંભલાના પ્રશ્નને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં બાબરા મામલતદાર, ઝઉઘ, જેટકો કંપનીના અધિકારીઓ તેમજ ઙૠટઈકની ટીમ ઉપસ્થિત રહી હતી. આ બેઠકમાં ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનના પ્રશ્ને ખછઈ કમિટીની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પરંતુ કોટડાપીઠાના ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે હાલની ખછઈ કમિટી ખેડૂતોને મંજૂર નથી. ખેડૂતોની અગાઉની રજૂઆત અને અમરેલી કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ખેડૂતોની માગ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. સાથે સાથે તા. 04/07/2026ના રોજ સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર પણ કોટડાપીઠ ના ખેડૂતોને મંજૂર નથી, કારણ કે ખેડૂતોના મતે તેમાં ખેડૂતોના હિતોનું પૂરતું રક્ષણ થતું નથી અને વીજ લાઈનથી થતી વાસ્તવિક નુકસાનીનો યોગ્ય ન્યાય મળતો નથી. ખેડૂતોની મુખ્ય માંગ મુજબ હાલની ખછઈ કમિટી ખેડૂતોને મંજૂર નથી. તા. 04/07/2026નો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી. સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નવો પરિપત્ર બહાર પાડવામાં આવે. વીજ લાઈન/ થાંભલાથી ખેડૂતોને થતી જમીન, પાક અને ખેતી સંબંધિત વાસ્તવિક નુકસાનીને ધ્યાનમાં લેવામાં આવે. ખેડૂતોને ન્યાય મળે તેવી પારદર્શક અને યોગ્ય વળતરની જોગવાઈ કરવામાં આવે. ખેડૂતોની સંમતિ અને હિતને પ્રાથમિકતા આપીને કાયમી ઉકેલ લાવવામાં આવે તે છે. કોટડાપીઠાના ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતના હિતમાં નવો પરિપત્ર બહાર પાડો અને ખેડૂતોને ન્યાય આપો