Jai Hind

ઉના પંથકમાં ટેકાના ભાવે પાક વેંચવા નોંધણીમાં એરર આવતા રોષ

સર્વરની ખામીથી ખેડૂતો મુંઝાયા: 7/12, 8-એની નકલ મેળવવામાં પણ મુશ્કેલી

ઉના તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ટેકાના ભાવે ખરીફ પાકનું વેચાણ કરવા માટે ઓનલાઈન નોંધણી કરાવવા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા મગફળી, સોયાબીન, અડદ અને મગ સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી અક્ષુછઘછ પોર્ટલમાં સર્વર અને ટેકનિકલ ખામી સર્જાતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. ઓનલાઈન સિસ્ટમમાં ખેડૂતોના નામ કે જમીનની વિગતો ઉપલબ્ધ ન થતાં નોંધણી પ્રક્રિયા અટવાઈ રહી છે.
ખેડૂતો જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન નોંધણી માટે જાય છે ત્યારે અક્ષુછઘછના સર્વરમાં ખામીના કારણે ડેટા લોડ થતો નથી અથવા ઋફળિયિ ઉફફિં ખશતતશક્ષલ જેવા મેસેજ જોવા મળે છે. પરિણામે કલાકો સુધી કોમ્પ્યુટર સામે રાહ જોયા બાદ પણ ખેડૂતોની નોંધણી થઈ શકતી નથી.
ખાસ કરીને ટેકાના ભાવે પાક વેચાણની છેલ્લી તારીખ નજીક આવવાની ચિંતા વચ્ચે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.7/12 અને 8-અની નકલ મેળવવામાં પણ ધીમી સિસ્ટમટેકાના ભાવે પાક વેચાણની નોંધણી માટે જરૂરી 7/12 અને 8-અ જેવા જમીનનાદસ્તાવેજો મેળવવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. સરકારી પોર્ટલનું સર્વર ધીમું ચાલતું હોવાથી ડિજિટલ નકલો સમયસર મળી શકતી નથી. એક જ કામ માટે વારંવાર પ્રયાસ કરવા પડતાં ખેડૂતોનો સમય અને ખર્ચ બંને વધી રહ્યા છે.
બીજી તરફ 7/12માં ચાલુ વર્ષના પાકની વાવેતર એન્ટ્રી કરાવવાના મુદ્દે પણ ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પંચાયતના તલાટી મંત્રી દ્વારા પાક નોંધણીની કામગીરી અંગે અલગ જવાબ આપવામાં આવે છે, જ્યારે રેવન્યુ તલાટી દ્વારા આ કામગીરી પંચાયતના તલાટી મંત્રીને સોંપાયેલી હોવાનું જણાવવામાં આવે છે. બંને વચ્ચે કામગીરી અંગે સ્પષ્ટતા અને સંકલનના અભાવે ખેડૂતો એક કચેરી માંથી બીજી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.
‘તંત્રની બેદરકારીથી લાભથી વંચિત ન રહી જઈએ’
ચોમાસુ પાક તૈયાર થવાની અણી પર છે ત્યારે ટેકાના ભાવે પાક વેચાણ માટે નોંધણી સમયસર ન થાય તો ખેડૂતોને સરકારી ટેકાના ભાવનો લાભ ગુમાવવાનો ભય સતાવી રહ્યો છે. ખેડૂતોની માગ છે કે અક્ષુછઘછ પોર્ટલની સર્વર સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવે, 7/12 અને 8-અની નકલની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે તેમજ પાક નોંધણીની કામગીરી કયા કર્મચારી દ્વારા કરવાની છે તેની સ્પષ્ટતા કરવામાં આવે. વહીવટી તંત્રના વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન થાય તો ખેડૂતોને થતી હાલાકીમાંથી રાહત મળી શકે તેમ છે.