Jai Hind

દ્વારકા જિલ્લાની સહકારી મંડળીઓને હિસાબ રજૂ કરવા અપીલ

હિસાબોનું ઓડિટ પૂર્ણ કરાવી રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવા તાકીદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલ શાહુકારોએ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમનું પાલન કરીને તે અનુસાર કામગીરી કરવાની હોય છે.
ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ અને નિયમો મુજબ તારણવાળા ધિરાણ માટે વ્યાજનો વાર્ષિક દર 12 % થી વધુ નહિં અને તારણ વિનાના ધિરાણ માટે વ્યાજનો દર વાર્ષિક 15 % થી વધુ નહિં તેમ જોગવાઈ કરવામાં આવી છે. આ અધિનિયમની કલમ – 23 (1) મુજબ નાણાંકિય વર્ષ દરમ્યાન પરવાનેદારે તેના નાણાં ધિરધારના હિસાબોનું ઓડિટ કરાવવાનું રહે છે. કલમ-21(1) અંતર્ગત શાહુકારો દ્વારા ઓનલાઇન નોંધણી કરી તમામ માસિક વાર્ષિક હિસાબો અને પત્રકો ઓનલાઈન રજૂ કરવા ફરજિયાત છે. પરંતુ પરવાનેદારો દ્વારા માસિક કે વાર્ષિક હિસાબો અને પત્રકો ઓનલાઈન ઈ-કોઓપરેટીવ (વિિંાંત://યભજ્ઞજ્ઞાયફિશિંદય. લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ) પોર્ટલ પર રજુ કરવામાં આવતા ન હોય, જે નાણાં ધિરધાર અધિનિયમની કલમ- 44નું ઉલ્લંધન થાય છે, જે ગંભીર બાબત છે. રૂ. 50 લાખથી ઓછુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતા વૈધાનિક ઓડિટર પાસે દર વર્ષે ઓડીટ કરાવવાનું રહેશે તથા રૂ. 50 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ સી.એ. પાસે દર વર્ષે ઓડીટ કરાવવાનું રહેશે. જેથી તા. 31 માર્ચ 2026 અંતિત હિસાબોનું ઓડીટ સત્વરે પૂર્ણ કરાવી, ઓડિટ રિપોર્ટ ઓનલાઇન રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ મુજબની સૂચનાઓનું પાલન થયું ન હોવાથી આ બાબતે સાત દિવસમાં સ્પષ્ટતા સહ ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. અન્યથા શાહુકારો સમક્ષ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ- 2011 મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની નોંધ લેવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.