ગૌશાળાના સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
માળીયાહાટીના વિસ્તારમાં 40 થી 45 જેટલી ગૌશાળાઓ આવેલ છે છેલ્લા બે મહિનામાં વરસાદ પડ્યો નથી જેના કારણે ઘાસચારો ક્યાંય મળતો નથી પશુધન હેરાન પરેશાન થઈ રહ્યું છે માળીયા હાટીના તાલુકાના ગૌશાળાના સંચાલકો માળિયા ગૌશાળાના સંચાલક રાજુભાઈ દેસાઈ ચોરવાડ ગૌશાળાના સંચાલક નયન ભાઈ ઠકરાર શાંતિપરા ગૌશાળાના સંચાલક રામભાઈ સોલંકી તર શિંગડા ગૌશાળાના સંચાલક ધીરુભાઈ પટોડીયા લાઠોદરા ગૌશાળાના સંચાલક અજીતભાઈ બારડ ભુરાભાઈ કામળિયા મનુભાઈ મેઘપરા અને પાણીધ્રાના બાપુ સહિત 40 થી 45 ગૌશાળાના સંચાલકો એ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને લખેલું આવેદનપત્ર આજે માળિયાહાટીનાના મામલતદારને આવેદનપત્ર આપી વિના મૂલ્યે ખાસ ચારો અને સહાય આપવાની ઉગ્ર માગણી કરી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે વરસાદ નહીં પડવાથી મગફળી સહિત ચોમાસુ પાક સાવ નિષ્ફળ ગયો છે જેનો કારણે ઘાસ ચારો મળતો નથી પશુધનને સાચવવું ખૂબ જ મુશ્કેલ પડે છે તો સરકારે તાત્કાલિક વિના મૂલ્યે ઘાસ ચારો અને સહાય આપવી જોઈએ. તેમજ એક પશુને 30 રૂપિયા સહાય મળે છે તેના બદલે 100 રૂપિયા સહાય આપવા ગૌશાળાના સંચાલકોએ માગણી કરી છે