Jai Hind

સૌની યોજનામાં રાજૂલા-જાફરાબાદ-ખાંભા પંથકના 22 તળાવો ભરવાની મંજૂરી મળતા ખેડુતોમાં હર્ષ

રાજુલા તાલુકાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારના સરપંચો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી કે અમારા ગામો 3 કિલોમીટરની મર્યાદામાં આવતા નથી, જેથી તળાવ ભરવાનો અને સિંચાઈના પાણીનો લાભ અમને મળતો નથી.
આ પ્રશ્નને લઈને ખેડૂત અગ્રણી અને બજાર નિયંત્રણ બોર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તેમજ અન્ય ગામોના સરપંચોએ રજૂઆત કરી હતી. ત્યારબાદ જીગ્નેશભાઈ પટેલે સમગ્ર ગામોની યાદી તૈયાર કરી ભાવનગર સિંચાઈ વિભાગ અને ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીને આપી હતી.
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આ પ્રશ્ન ગઈકાલે ધારાસભાની પ્રશ્નોત્તરીમાં રજૂ કરતા તેનો પત્યુતર આપતા સિંચાઈ મંત્રી ઇશ્વરભાઇ પટેલ પાણી પુરવઠા મંત્રી જણાવ્યું કે ખેડૂતો માટે નાયબ મંત્રી હર્ષભાઈ સંઘવી જાગૃત છે અને ગઈકાલે મોટો નિર્ણય લીધો છે પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલને પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે ચર્ચા કરીને આ મર્યાદા 3 કિ.મી. માંથી વધારીને 7 કિ.મી. સુધીના ગામોને સમાવવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તમારા વિસ્તારના 22 ગામડાઓની પસંદગી કરવામાં આવી છે, તેનો સર્વેનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી વર્ષોમાં જ્યાં વ્યવસ્થા હશે ત્યાં તળાવો પાણીથી ભરવામાં આવશે, જેથી સિંચાઈનો સીધો લાભ ખેડૂતોને મળશે.
સૌની યોજના હેઠળ મંજૂર થયેલા 22 ગામોમાં બાબરીયાધાર, બાલાપર, વાવેરા, દીપડીયા, ધારેશ્વર, ધુડિયા અગરિયા, કોટડી, માંડરડી, બર્બટાણા, ખેરાળી, ખારી, આગરીયા, સમૂહખેતી, જીવાપર, કાતરપરા, ગોરાણા, કાતર, મોટા આગરીયા, વાવડી, સરોવડા, મેરીયાણા સહિત 22 ગામો.
22 ગામોના તળાવો ભરવા મંજૂર થતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
7 કિ.મી. સુધીનો સમાવેશ કરવાના નિર્ણયને આવકારતા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ રાજુભાઈ પરસાણા, ટીંબી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, ઘનશ્યામભાઈ ડોબરીયા, રવુભાઈ ખુમાણ, જાફરાબાદ તાલુકા કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઇ વાળા તથા પાર્થભાઈ વરુ સરપંચ મંડળના પ્રમુખ મનુભાઈ ધાખડા, કરશનભાઈ ભીલ સહિતના આગેવાનોએ હર્ષ વ્યક્ત કર્યો હતો.