Jai Hind

ભાયાવદરના ડાકણીયા ડુંગરની તળેટીમાં આજથી ઋષિ પાંચમનો મેળો

પૂર્વ સાંસદ, ધારાસભ્ય, સંતો-મહંતો ઉપસ્થિત રહેશે

તા. 14 થી 16 સપ્ટેમ્બર ત્રણ દિવસના સૌરાષ્ટ્રના ખ્યાતનામ ભાયાવદર નગરપાલિકા સંચાલિત ડાકણીયા ડુંગર તળેટી ના ઋષિ પંચમીના લોકમેળાનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ના હસ્તે ઉદઘાટન દીપ પ્રાગટ્ય પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ના હસ્તે કરવામાં આવશે
આ પ્રસંગે ઈશ્વરધાર આશ્રમ ચિત્રાવડ પાટીના સંત વિષ્ણુદાસજી બાપુ આશીર્વચન પાઠવશે. અતિથિ વિશેષ તરીકે આગેવાન ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, અમુભાઈ ફળદુ, કિશોરભાઈ લાડાણી, શશીકાંતભાઈ હિંડોચા, જયુભા ચુડાસમા, રમણીકભાઈ સતવારા, બાવનજીભાઈ કરોતરા, અતુલભાઇ વેગડા, મુળુભાઈ સોલંકી, બસીરભાઈ લુલાણીયા, કાંતિભાઈ ચાંગેલા, દેવેનભાઈ લાઠીગરા, કિરીટભાઈ વાછાણી, નયનભાઈ ફળદુ વિગેરે રહેશે.
આ લોકમેળાને સફળ બનાવવા માટે પ્રમુખ રેખાબેન સીણોજીયા ઉપપ્રમુખ સંજયભાઈ ઠાકોર ચીફ ઓફિસર ડી.એન. કંડોરીયા કારોબારી ચેરમેન માયાબેન વાછાણી રવિન્દ્ર સિંહ ચુડાસમા ના માર્ગદર્શન નીચે ચૂંટાયેલા સદસ્યો નગરપાલિકાના કર્મચારીઓ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.