Jai Hind

ખંભાળીયા નજીક ચેરના જંગલમાંથી 600 લીટર ડીઝલ સાથે બે ઝડપાયા

પોલીસે સલાયાના બે શખ્સની ધરપકડ કરી રૂ.54 હજારનો મુદામાલ કબ્જે કર્યો

ખંભાળીયા નજીક ચેરના જંગલમાં પોલીસે દરોડો પાડી સલાયાના બે શખ્સને 600 લીટર ગેરકાયદે ડીઝલના જથ્થા સાથે ઝડપી લઈ પોલીસે રૂ.54 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. એસ.આર. ખરાડી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ઓમદેવસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયામાં શફી ઢોરો વિસ્તારમાં આવેલા ચેરના જંગલમાં આ વિસ્તારના રહીશ નવાઝ અબ્બાસ રાજા નામના 22 વર્ષના શખ્સ દ્વારા પોતાની પાસે રહેલા ગેરકાયદેસર ડીઝલના જથ્થાને સગેવગે કરવાની તજવીજ કરતાં પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહીમાં ઉપરોક્ત આરોપી પાસે રહેલો રૂપિયા 54,000 ની કિંમતનો 600 લીટર ડીઝલનો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.