Jai Hind

કચ્છ આડેસર ચેક પોસ્ટ પર એમડી ડ્રગ્સ સાથે રાજકોટનો યુવક પકડાયો

સ્કોર્પિયો, મોબાઈલ સહિત 15.18 લાખનો મુદ્દામાલ જપ્ત

‘નો ડ્રગ્સ ઈન કચ્છ’ કેમ્પેઈન અંતર્ગત આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પાટણના સાંતલપુર તરફથી કચ્છમાં પ્રવેશતી સ્કોર્પિયો રોકી તપાસ કરાઈ હતી.
ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા ઋષિભાઈ હિતેષભાઈ પટેલ (ઉ.વ. 28), રાજકોટ પાસેથી 12.39 ગ્રામ મેફેડ્રોન (એમટી) ડ્રગ્સ, કિંમત રૂ. 37,170 મળી આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી સ્કોર્પિયો રૂ.15 લાખ અને મોબાઈલ રૂ.20 હજાર સહિત કુલ રૂ.15,58,790નો મુદામાલ કબજે કર્યો છે. આડેસર પૌલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ બાલાસર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સોંપવામાં આવી છે.
આ કાર્યવાહી પીઆઈ જે.બી. આચાર્ય, પીએસઆઈ બી.વી. ગાગીયા તથા આડેસર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ પોલીસ દ્વારા નશાના સોદાગરો ઉપર નજર રાખવામાં આવી રહી છે. તેમજ આ પૂર્વે પણ પોલીસે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી લઇ ‘નો ડ્રગ્સ ઈન કચ્છ’ ઝુંબેશને વેગ આપ્યો છે.