Jai Hind

બગસરામાં હડાળા ગામનો ખેડુત હનીટ્રેપમાં ફસાયો બ્લેકમેલ કરી રૂા.16.30 લાખ પડાવી લીધા

એક મહિલા સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ

અમરેલી તથા સુરત રહેતા ત્રણ આરોપીઓએ એકસંપ કરી અને કાવતરૂ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે બગસરા તાલુકાના હડાળા ગામે રહેતા એક ખેડૂતનો વોટ્સએપ એપ્લીકેશન મારફતે સંપર્ક કરી છેલ્લા એક વર્ષ દરમિયાન આ ખેડૂત સાથે પ્રેમ ભરી અને મીઠી મીઠી વાતો કરી આરોપીઓએ ખેડૂતને વિડીયોકોલમાં નગ્ન થવાનું કહી તેમની જાણ બહાર પાડી લઇ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ખેડૂત પાસેથી બે આરોપીઓએ ઓનલાઇન તથા આંગડીયા મારફતે બળજબરીપુર્વક કુલ રૂપિયા 16,30,110 ખેડૂત પાસેથી મેળવી લીધેલ તેમજ ત્રીજા આરોપીએ ખેડૂતને વોટ્સેએપ ટેકસ્ટ મેસેજમાં ગાળો આપી હાથપગ ભાંગી નાખવાની ધમકી આપી બળજબરીપુર્વક રૂપિયાની માંગણી કરી ફોટો વાયરલ કરી ગુન્હો કરતા ખેડૂતે આ ત્રણેય આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલીમાં રહેતા નીલમ કાકડીયા તથા સુરત રહેતા પ્રતિક પરશોતમભાઇ પાઘડાળ તથા અવીનાશ પટેલ નામના ત્રણ આરોપીઓએ એકબીજા સાથે મળી એકસંપ કરી અને પુર્વ આયોજીત કાવતરૂ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ આરોપી નીલમ કાકડીયાએ બગસરા તાલુકાના હડાળા ગામે રહેતા અને ખેતી કરતા દિપકભાઈ મનસુખભાઈ બોરડ નામના ખેડૂતનો વોટ્સએપ એપ્લીકેશન મારફતે સંપર્ક કેળવી ગત તા.1/6/25 થી તા.1/7/26 દરમિયાન આ ખેડૂત સાથે પ્રેમ ભરી અને મીઠી મીઠી વાતો કરી આરોપીઓએ ખેડૂતને વિડીયોકોલમાં નગ્ન થવાનું કહી ફોટો તેમની જાણ બહાર પાડી લઇ અને તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી ખેડૂત પાસેથી ઓનલાઇન તથા આંગડીયા મારફતે બળજબરીપુર્વક રૂપિયા 8,94,110 અલગ-અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવડાવી તેમજ લઈ તેમજ આરોપી પ્રતિકભાઇ પાઘડાળે ખેડૂતના ફોટા વાઇરલ ન કરવાના બહાને સેટલમેન્ટ કરવાનું કહી ખેડૂત પાસેથી ઓનલાઇન તથા આંગડીયા મારફતે ફોટો વાયરલ ન કરે તે સારૂ સેટલમેન્ટ પેટે ટ્રાન્સફર રૂપિયા 7,36,000 અલગ-અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવડાવી કુલ રૂપિયા 16,30,110 ખેડૂત પાસેથી મેળવી લીધેલ તેમજ આરોપી અવીનાશ પટેલે ખેડૂતને વોટ્સેએપ ટેકસ્ટ મેસેજમાં ગાળો આપી હાથપગ ભાંગી નાખવાની ધમકી આપી બળજબરીપુર્વક રૂપિયાની માંગણી કરી ખેડૂતના ફોટો વાયરલ કરી ગુન્હો કરતા ખેડૂતે આ ત્રણેય આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.