ત્રણ આરોપી પૈકી એકને એલસીબી ટીમે ઝડપ્યો
અમરેલી ખાતે રહેતી એક મહિલા સહીત ત્રણ આરોપીઓએ કાવતરૂ કરી અને સમાન ઇરાદો પાર પાડવા માટે બગસરા તાલુકાના હડાળા ગામે રહેતા એક ખેડૂતનો વોટ્સએપ એપ્લીકેશન મારફતે સંપર્ક કરી છેલ્લા એક વર્ષ દરમિયાન આ ખેડૂત સાથે પ્રેમ ભરી અને મીઠી મીઠી વાતો કરી આરોપીઓએ ખેડૂતને વિડીયોકોલમાં નગ્ન થવાનું કહી ખેડૂતના ફોટો તેમની જાણ બહાર પાડી લઇ અને તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી ખેડૂત પાસેથી બે આરોપીઓએ ઓનલાઇન તથા આંગડીયા મારફતે બળજબરીપુર્વક કુલ રૂપિયા 16,30,110 ખેડૂત પાસેથી મેળવી લીધેલ તેમજ ત્રીજા આરોપીએ ખેડૂતને વોટ્સેએપ ટેકસ્ટ મેસેજમાં ગાળો આપી હાથપગ ભાંગી નાખવાની ધમકી આપી બળજબરીપુર્વક રૂપિયાની માંગણી કરી ફોટો વાયરલ કરી ગુન્હો કરતા ખેડૂતે આ ત્રણેય આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે અમરેલી એલ.સી.બી. ટીમે આ બનાવ અંગે તપાસ હાથ ધરી એક આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
બગસરા તાલુકાના હડાળા ગામના વતની અને હાલ સુરત ખાતે મોટા વરાછા ગ્લોસમ હોમ ખાતે રહેતા આરોપી પ્રતિકભાઇ પરશોતમભાઇ પાઘડાળ નામના આરોપીએ એક મહિલા સહીતના આરોપી સાથે મળી એકસંપ કરી કાવતરૂ રચી, અમરેલીમાં રહેતી નીલમ કાકડીયા નામની મહિલા આરોપીએ વોટ્સએપ એપ્લીકેશન મારફતે બગસરા તાલુકાના હડાળા ગામેં રહેતા દિપકભાઈ મનસુખભાઈ બોરડ નામના ખેડૂતનો સંપર્ક કેળવી ખેડૂત સાથે પ્રેમભરી વાતો કરી અને તેમને લલચાવી ફોસલાવી વીડીયો કોલ મારફતે ખેડૂતના ફોટા મેળવી લઈ આ ફોટા વાયરલ કરવાની ધાક ધમકી આપી, અલગ અલગ સમયે આંગડીયા મારફતે તથા અલગ અલગ બેન્ક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવડાવી, કુલ રૂ.16,30,110/- ની રકમ બળજબરી પુર્વક કઢાવી લઇ, અને ફોનમાં મેસેજથી ગાળો આપી, ધમકી આપી ગુનો કરેલ હોય, જે અંગે ખેડૂતે એક મહિલા સહીત ત્રણ આરોપીઓ સામે બગસરા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ હતી. આ બનાવ અંગે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સૂચના આપેલ હતી. જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે આ બનાવ અંગે તપાસ હાથ ધરી બગસરા તાલુકાના હડાળા ગામના વતની અને હાલ સુરત ખાતે મોટા વરાછા ગ્લોસમ હોમ ખાતે રહેતા આરોપી પ્રતિકભાઇ પરશોતમભાઇ પાઘડાળ નામના આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.