પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ યુઝર્સ, 18 બેન્ક ખાતામાં રૂ. 1598 કરોડના વ્યવહારોની તપાસ હાથ ધરાઈ
SD PAY/APNA PAY એપ્લિકેશન મારફતે લોકોને ટૂંકા સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવવાના ચકચારી કૌભાંડમાં અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે. આ મામલે નોંધાયેલા ગુનાની ગંભીરતા જોતા અમરેલી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના નેતૃત્વમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ)ની રચના કરવામાં આવી છે. જઈંઝ દ્વારા અત્યાર સુધીમાં 9 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે વધુ 11 આરોપીઓની ધરપકડ બાકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, જઉ ઙઅઢ અથવા અઙગઅ ઙઅઢ એપ્લિકેશનના માલિક, પ્રમોટરો, ડિરેક્ટરો, સંચાલકો, એજન્ટો અને અન્ય સહયોગીઓએ સંગઠિત રીતે કાવતરું રચી લોકોને રોકાણ માટે આકષ્ર્યા હતા. રૂ.1,000થી રૂ.25,000 સુધીના રોકાણ સામે દૈનિક 0.15 ટકા, રૂ.25,000થી રૂ.1 લાખ સુધી 0.20 ટકા, રૂ.1 લાખથી રૂ.5 લાખ સુધી 0.25 ટકા અને રૂ.5 લાખથી વધુના રોકાણ સામે દૈનિક 0.30 ટકા કેશબેક આપવાની લાલચ આપવામાં આવતી હતી.
આ ઉપરાંત એપ્લિકેશન મારફતે બિલ પેમેન્ટ, મોબાઇલ રિચાર્જ સહિતની સુવિધાઓનો ઉપયોગ કરી શકાશે તેવી જાહેરાત કરવામાં આવતી હતી. રેફરલ સિસ્ટમ હેઠળ નવા સભ્યો જોડાવા બદલ અલગ-અલગ લેયરમાં કેશબેક બોનસ આપવાની યોજના દર્શાવી લોકોને વધુને વધુ રોકાણ કરવા તથા અન્ય લોકોને જોડવા પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
દોઢથી પોણા બે લાખ લોકો સુધી નેટવર્ક પહોંચ્યાનો ખુલાસો પોલીસ તપાસમાં જઉ ઙઅઢ એપ્લિકેશનમાં એક આરોપીના રેફરલથી પ્રથમ લેવલમાં જ 271 જેટલા લોકો જોડાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ અલગ-અલગ લેવલમાં રેફરલ મારફતે અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને એપ સાથે જોડીને રોકાણ કરાવાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ પ્લે સ્ટોર પર કરવામાં આવેલી તપાસમાં આ એપ્લિકેશન સાથે 10 લાખથી વધુ યુઝર્સ જોડાયેલા હોવાનું પણ પોલીસને જણાયું છે.
7 કંપનીઓ મારફતે નાણાંની હેરફેરની તપાસ
તપાસ દરમિયાન જઉ ઙઅઢમાં લોકો પાસેથી નાણાં મેળવવા, નાણાંની સગેવગે તથા હેરફેર કરવા માટે અલગ-અલગ 7 કંપનીઓ ઉભી કરવામાં આવી હોવાનું પોલીસને જણાયું છે. જેમાં S.D. HUB (OPC) PVT. LTD., SHIV DHARATI COMMUNICATION PRIVATE LIMITED, Shivdharti Technology Private Limited, UPAY DIGI PAYMENT INDIA LIMITED, UPAY DIGI INDIA PRIVATE LIMITED, U PAYMENT INDIA LIMITED A“¡ HUSTLENEST PRIVATE LIMITED નો સમાવેશ થાય છે.
આ કંપનીઓના નામે અલગ-અલગ બેંકોમાં આશરે 18 બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ખાતાઓમાં અંદાજે રૂ.1598 કરોડ જેટલી રકમ જમા થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર નાણાકીય વ્યવહારોની તપાસ હાલ જઈંઝ દ્વારા કરવામાં આવી રહી છે.
18 બેંક ખાતા સામે 195 સાયબર ફ્રોડની ફરિયાદો
આરોપીઓ તથા સંબંધિત કંપનીઓના બેંક ખાતાઓ અંગે ગઈઈછઙ પોર્ટલ પર તપાસ કરતાં 18 બેંક ખાતાઓ સામે કુલ 195 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. વધુમાં, ઝડપાયેલા આરોપીઓ પૈકી છ આરોપીઓના અલગ-અલગ બેંકોમાં 35થી 40 જેટલા વ્યક્તિગત બેંક ખાતાઓ મળી આવ્યા છે, જે અંગે પણ તપાસ ચાલુ છે.
9 આરોપી ઝડપાયા, 11ની શોધખોળ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓ હજુ પકડવાના બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આરોપીઓમાં સુરત, મહેસાણા, ગાંધીનગર, વડોદરા તથા મહારાષ્ટ્ર સહિતના વિસ્તારો સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. પોલીસે સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે કંપનીઓ, બેંક ખાતાઓ, રોકાણકારો, રેફરલ ચેઇન અને નાણાંના વ્યવહારોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.