Jai Hind

તળાજાનો તળાજી નદીનો જર્જરીત પુલ 3.87 કરોડના ખર્ચે નવો બનાવાશે

ટુંક સમયમાં ટેન્ડરની પ્રક્રિયા

ભાવનગર જિલ્લાના તળાજા નગરની અંદર આવવા જવાની માટે તળાજી નદી પસાર કરવીપડેછે.તેના માટે ત્રણ અલગ અલગ સ્થળે પુલ વર્ષો પહેલા બન્યા હતા.જેમાંનો એકપુલ રાજાશાહી વખતનો બીજા બે લોકશાહી વખતના છે.તેમાનો એકપુલ નેશનલ હાઇવે ને જોડતો હતો.એ પુલ જર્જરી થતા કલેક્ટર દ્વારા ભારે વાહન ન ચલાવવાનું જાહેર નામું બહાર પાડવું પડ્યુંહતું એ પુલને નવો બનાવવામાટે સરકારે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ની રજુઆત ના પગલે રૂપિયા ફાળવી દીધાછે.
તળાજી નદીને પસાર કરવા માટે ના ત્રણ પૈકીનો એકપુલ નવો બનીગયો છે જેનો લોકો લાભલઈ રહ્યા છે.વારાહી મંદિર નજીક પુલ બનીરહ્યોછે ત્યાં ત્રીજા પુલ બનાવવા માટે રૂ.3.87 કરોડ રૂપિયા ફાળવી દીધાછે.ગૌતમભાઈ ચૌહાણ એ જણાવ્યું હતુ કે રાજકોટ સ્થિત અધિક્ષક ઈજનેર ની કચેરી વર્તુળ-2 નો પત્ર સત્તાવાર રીતે મળીગયો છે.આગામી સમયમાં પુલ નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે પાલીતાણા ચોકડી વિસ્તાર જ્યાં યાર્ડ હોવાના કારણે ભારે વાહનોની સતત અવાર જવર રહેછે. ત્યાં વારંવાર રસ્તાપર મોટા ખાડાઓ પડવાના કારણે અકસ્માત અને વાહન ચાલકોને મુશ્કેલીઓ પડેછે તે દૂર કરવા માટે સિમેન્ટ કોન્ક્રીટ નો રોડ બનાવવામાં આવશે.આગામી સમયમાં પુલ બનીગયા બાદ દરેક વાહન ચાલકોને ઇંધણ ની સાથે સમય બચશે.