દોઢ મહિના બાદ બેંકમાં ખાતુ નહી ખુલતા વાલીઓમાં રોષ ફેલાયો
પ્રાચી તીર્થ ખાતે આવેલી બેન્ક ઑફ ઇન્ડિયા મા હાલ જોઇન્ટ ખાતા ને લઈ વાલીઓ પરેશાની વેઠી રહ્યા છે
પ્રાપ્ત વિગત મુજબ હાલ સ્કૂલ મા અભ્યાસ કરતા વિધાર્થીઓ ને સ્કોલરશીપ મેળવવા માટે એકાઉન્ટ ફરજિયાત છે જેને લઈ વાલી ઓ વારંવાર બેંકે ધકા ખાઇ રહ્યા છે 18 વર્ષ થી નાના વિધાર્થીઓ ના એકાઉન્ટ માટે જોઇન્ટ એકાઉન્ટ ખોલવું ફરજિયાત હોવા થી વાલીઓ પોતાનું કામ પડતું મૂકી બેંકે એકાઉન્ટ ખોલાવવા આવે છે તો બેંકે એક મહિના જેવો ટાઇમ લાગશે એવું કહી મોકલી દેવામાં આવે છે વારંવાર ધક્કા ખાઈ એકાઉન્ટ વિશે પૂછવામાં આવે બેંક ઓફ ઇન્ડિયા મા ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા ઉટપટાંગ જવાબો આપી કામ જાજુ છે, સરવર ડાઉન છે, પૂરતો સ્ટાફ નથી, ઉપર થી એકાઉન્ટ ખુલતા નથી, જેવા જવાબો આપી પરત મોકલી દેવામાં આવે છે વિરોદર ગામે રહેતા ભાવેશભાઈ વાજા નો પુત્ર પૃથ્વીક જે વસાવડ પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરે છે જ્યાં સ્કૂલ ના શીક્ષક દ્વારા સ્કોલરશીપ માટે એકાઉન્ટ ખોલાવવા જણાવ્યું હતું જેથી ભાવેશ ભાઈ વાજા એ જોઇન્ટ એકાઉન્ટ માટે ગત તા,4/8/2026 ના રોજ એકાઉન્ટ ખોલાવવા માટે પ્રાચી ખાતે આવેલી બેન્ક ઓફ ઈન્ડિયા ની શાખા મા એકાઉન્ટ ખોલાવવા ડોક્યુમેન્ટ આપ્યા હતા જ્યાં ફરજ પર ના અધિકારીએ થોડી વાર લાગશે એકાઉન્ટ ખુલી જશે એટલે જાણ કરી આપશું એવું કહી મોકલી દેવાયા હતા પછી અવાર નવાર બેંક જઈ તપાસ કરાઈ છતાં યોગ્ય જવાબ મળતો નથી આજ અરજી કર્યા ના આજ 42 (દોઢ મહિના). જેવો સમય થયો છતાં હજુ સુધી એકાઉન્ટ ન ખુલતા પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે આવા તો એનેક વાલીઓ છે જેના બાળકો ના એકાઉન્ટ ખોલાવવા માટે પોતાના કામ પડતા મૂકી બેંકે ધક્કા ખાવા પડે છે અને ત્યાંથી ઉટપટાંગ જવાબો મળતા નિરાશ થઇ ઘરે જતા રહે છે તો વિધાર્થીઓ અને વાલી ઓ ને ધ્યાને રાખી સમય સર કામ થઈ શકે તે માટે ઘટતો યોગ્ય સ્ટાફ ની ભરતી કરવા લોક માંગ ઉઠી છે