4,610 દસ્તાવેજી વોલ્યુમ અને 133 પતરાની પેટીઓની સનસનાટીભરી ચોરીથી ભારે ખળભળાટ!\
ઉના શહેરમાં સરકારી સિક્યોરિટી અને તંત્રની ઘોર બેદરકારીના ધજાગરા ઉડાડતી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે આખા ગીર સોમનાથ સહિત સમગ્ર રાજ્યના સરકારી આલમમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકીને અજાણ્યા અસામાજિક તત્વોએ સિંચાઈ વિભાગના પરિસરમાં આવેલા સરકારી રહેણાંક ક્વાર્ટરમાં ધાડ પાડીને ઉના સબ-રજીસ્ટ્રાર કચેરીનો વર્ષો જૂનો કાયમી દસ્તાવેજી રેકોર્ડ રાતોરાત ગાયબ કરી દીધો છે!
મળતી વિગતો અનુસાર, ઉના મામલતદાર કચેરી ખાતે સબ-રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા સૌરવભાઈ જગદિશભાઈ ચૌહાણે ઉના પોલીસ મા નોંધાવેલી સત્તાવાર ફરિયાદમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
એપ્રિલ 2026થી ઉના સબ-રજીસ્ટ્રાર કચેરીનો કિંમતી કાયમી રેકોર્ડ સિંચાઈ વિભાગની કચેરીના પરિસરમાં આવેલા રહેણાંક ક્વાર્ટર નં. 4માં રાખવામાં આવ્યો હતો. આ જ જગ્યાએ મામલતદાર કચેરી તેમજ સિંચાઈ વિભાગનો અતિ મહત્વનો રેકોર્ડ અને અન્ય સામગ્રી પણ રાખેલી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે,જેપરિસરમાં24કલાકસિંચાઈ વિભાગના કર્મચારીઓ ફરજ પર તૈનાત હોય, ત્યાં જતસ્કરોએ કોઈ પણ જાત ના ડર વગર ક્વાર્ટરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મોટી ચોરીને અંજામ આપ્યો હતો!
ઘટનાની જાણ 14 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે આશરે 4:50 વાગ્યે થઈ હતી. ઉના મામલતદાર કચેરી ના મહેકમ વિભાગ દ્વારા સબ-રજીસ્ટ્રારને મૌખિકજાણ કરવામાં આવી કે ક્વાર્ટર નં. 4માં મોટી ચોરી થઈ છે. આ સમાચાર મળતા જ સબ-રજીસ્ટ્રાર કચેરીના સ્ટાફ સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા.ઘટના સ્થળનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા! રેકોર્ડ સંગ્રહ કરવાની જગ્યાએ દરવાજા તોડેલા હતા અને અંદર ઘૂસીને અનધિકૃત રીતે તોડફોડ કરવા માં આવી હતી. અધિકારીઓએ તુરંત જ સમગ્ર સ્થળ ની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પોતાના મોબાઈલમાં કંડારી લીધી હતી. આસપાસ વેરવિખેર પડેલી ચોરી થયેલી સામગ્રીની આકરણી કરી તેને ફરી ક્વાર્ટરમાં મૂકી નવું તાળું મારી દેવામાં આવ્યું હતું. ચોરીની ઘટના બાદ જ્યારે સબ-રજીસ્ટ્રાર કચેરીના ભૌતિક રેકોર્ડની ચકાસણી હાથ ધરવામાં આવી, ત્યારે જે આંકડા સામે આવ્યા તેણે તંત્રના પગ તળેથીજમીન ખસકાવી દીધી હતી.ક્વાર્ટરમાં રાખવામાં આવેલા કુલ 4,625 વોલ્યુમમાંથી માલિકી હક્કના અતિ મહત્વના 4,610વોલ્યુમ ચોરાઈ ગયા છે.આ ઉપરાંત, દસ્તાવેજો રાખવા માટેની કુલ 300 પતરાની પેટીઓમાંથી 133 પેટીઓ પણ ગાયબ છે. સરકારી ભાવ મુજબ એક પેટીની કિંમત રૂ. 250 ગણતાં, માત્ર પેટીઓની જ કુલ કિંમત રૂ. 33,250 થવા જાય છે, જ્યારે તેમાં રહેલા દસ્તાવેજોની કિંમત અમૂલ્ય માનવામાં આવે છે.
ૠઅછટઈં 2.0 પર ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત
આટલી મોટી ચોરી બાદ નાગરિકોમાં પોતાના જમીન-મિલકતના દસ્તાવેજોને લઈને ભારે ચિંતા વ્યાપી ગઈ હતી.જોકે, ફરિયાદમાં એક અત્યંત મહત્વની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોરી થયેલો તમામ દસ્તાવેજી રેકોર્ડ ગુજરાત સરકારના ઓનલાઈન પોર્ટલ ૠઅછટઈં 2.0 પર સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત છે. આ ઉપરાંત, ઉના સબ-રજીસ્ટ્રાર કચેરી ખાતે પણ આ તમામ રેકોર્ડ ભૌતિક ડીવીડી અને ડિજિટલ બેકઅપ સ્વરૂપે ઉપલબ્ધ હોવાથી સામાન્ય જનતાને મોટા પાયે નુકસાન થવાની શકયતા ટળી છે.
પોલીસ એક્શન મોડમાં શંકાસ્પદોના ફોટા મળ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ હેલ્પલાઈન 112 પર જાણ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફરિયાદી દ્વારા તે જ દિવસે ઉના પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ આપી દેવાઈ હતી. તપાસ દરમિયાન એક મોટો સુરાગ હાથ લાગ્યો છે. સિંચાઈ વિભાગના કર્મચારી ચંદ્રેશભાઈના મોબાઈલ ફોનમાં આ ઘટનામાં સંડોવાયેલા શંકાસ્પદ શખ્સોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. આ ફોટાના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે.ઉના પોલીસે સમગ્ર મામલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(ય), 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધીને ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.