ઈશ્ર્વરભાઈ જેઠવાણી સામે જંગી લીડથી જીત્યા, સિંધી સમાજમાં ખુશીની લહેર
ઉના શહેરના સોમનાથ બાગ ખાતે શનિવાર, તા.19 સપ્ટેમ્બર,ના લાડી લોહાણા સિંધી પંચાયત, ઉના શહેરના પ્રમુખપદ માટે યોજાયેલી ચૂંટણીમાં વેપારી અગ્રણી પપ્પુભાઈ સોમજાણીએ જંગી લીડથી ભવ્ય વિજય મેળવ્યો છે.ઉના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઈશ્વરભાઈ જેઠવાણી સામે યોજાયેલી આ ચૂંટણીમાં પપ્પુભાઈ સોમજાણીની જીત થતાં સિંધી સમાજમાં ખુશી ની લહેર પ્રસરી ગઈ હતી. ચૂંટણીના પરિણામ રાત્રી ના જાહેર થતાંજ પપ્પુભાઈ સોમજાણી ને સમાજના આગેવાનો,વેપારી અગ્રણીઓ અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમની જીતને લઈને શુભેચ્છકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.લાડી લોહાણા સિંધી સમાજના અગ્રણી વેપારી પપ્પુ ભાઈ સોમજાણી શાંત, સરળ અને મિલનસાર સ્વભાવ ધરાવે છે. સમાજના વિવિધ સેવાકીય કાર્યોમાં તેમની સક્રિય ભૂમિકા રહી છે. વેપારક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા પપ્પુભાઈએ અગાઉ ઉના પીપલ્સ કો.ઓપરેટિવ બેંકમાં પણ સેવા આપી છે.હાલમાં તેઓ ઉના નગર પાલિકાના કાઉન્સિલર તરીકે પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.સમાજમાં તેમની લોકસેવા અને સરળ વ્યક્તિત્વને કારણે તેમને મળેલા આ જનસમર્થનને લઈને સમાજના લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.પ્રમુખપદની ચૂંટણીમાં પપ્પુભાઈ સોમજાણીના વિજય બાદ સમાજના વિવિધ હોદા ઓની પણ નિમણૂક કરવામાં આવેલ જેમાં પ્રમુખ હોતચંદભાઈ બી.સોમજાણી ( પપ્પુભાઈ ) મહામંત્રી સુનિલભાઈ મુલચંદાણી, ઉપપ્રમુખ હરેશભાઈ પેસવાણી, ઉપપ્રમુખ ગિરીશભાઈ ટેવાણી ખજાનચી રાજુભાઈ મૂલચંદાણી ઓડિટર જયેશભાઈ રામનાણી ને આગેવાનો અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવી આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સમાજની એકતા, વિકાસ અને સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.ઉનાના સિંધી સમાજમાં પપ્પુભાઈ સોમજાણીના વિજયને લઈને ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.