વિજેતા ખેલાડીઓને ઇનામ, પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરાયા
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ અંતર્ગત સી. પી. ચોકસી આર્ટ્સ એન્ડ પી. એલ. ચોકસી કોમર્સ કોલેજ, વેરાવળ ખાતે તા.19 ના રોજ આંતર કોલેજ ટેબલ ટેનિસ (ભાઈઓ અને બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવી હતી.
આ પ્રસંગે યુનિવર્સિટી તરફથી ડો. શાંતિબેન ભૂટિયા અને ડો. મોહસીન કુરેશી ઉપસ્થિત રહી ખેલાડીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કોલેજના આચાર્ય ડો. જીગરભાઈ રાવલ દ્વારા ખેલાડીઓને પ્રેરક ઉદ્બોધન કરી રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્પર્ધાની ફાઇનલ મેચ દરમિયાન સોમનાથ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી ડો. રાજેશ દોમડિયા તથા વેરાવળ મર્કન્ટાઈલ બેંકના ચેરમેન અતુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સ્પર્ધાના સ્પોન્સર તરીકે વેરાવળ મર્કન્ટાઈલ બેંક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ટીમ ગેમ્સમાં ભાઈઓ તથા બહેનો બંને વિભાગમાં ચોકસી કોલેજ, વેરાવળ પ્રથમ સ્થાને રહી હતી.
વ્યક્તિગત ઇવેન્ટ – બહેનો વિભાગ માં પ્રથમ ક્રમ દોરિયા ખુશી અશ્વિનભાઈ – ચોકસી કોલેજ, વેરાવળ, દ્વિતીય ક્રમ ભાનુશાળી હિરલ અશોકભાઈ – ચોકસી કોલેજ, વેરાવળ, તૃતીય ક્રમ ધારેચા જ્યોતિ દિનેશભાઈ – બાહુદીન આર્ટ્સ કોલેજ, જૂનાગઢ
વ્યક્તિગત ઇવેન્ટ – ભાઈઓ વિભાગમાં પ્રથમ ક્રમ રાઠોડ નૈમિષ કિરીટભાઈ – સ્વામિનારાયણ ગુરુકુળ, પોરબંદર, દ્વિતીય ક્રમ રાઠોડ આર્ય ધર્મેન્દ્રભાઈ – વી. એમ. ચાંડેરા કોમર્સ કોલેજ, લોએજ, તૃતીય ક્રમ ચૌહાણ યશ ગોપાલભાઈ – વી. જે. મોઢા કોલેજ, પોરબંદર