સાવરકુંડલામાં મંદિરમાંથી ચાંદીના છતર ચોરાયા
રાજુલા તાલુકાના ચાંચ ગામે રહેતા હાર્દિકભાઇ હિંમતભાઇ શીયાળની સાથે સગાઇ થવાની હોય તે યુવતીએ રાજુલા ગામે બીડી કામદાર વિસ્તારમાં બાપા સીતારામના મંદિર પાસે રહેતા વિપુલભાઇ રવજીભાઇ શીયાળ નામના 22 વર્ષીય યુવકના ફુઇના દિકરા ભાવેશભાઇ ગુજરીયા સાથે ફોનમાં વાતચીત કરતી હોય જે વાતનો રાગદ્વેશ રાખી ભાવેશભાઇ ગુજરીયા સાથે સમાધાન કરવાના બહાને ગત તા.20 ના રોજ રાત્રે 10/45 વાગ્યે રાજુલા તાલુકાના ચાંચ ગામે રહેતા હાર્દિકભાઇ હિંમતભાઇ શીયાળ સહીત 12 જેટલા આરોપીઓએ ગુન્હાહીત પુર્વ આયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ઘાતક હથિયારોથી સજ્જ થઇને 12 આરોપીઓએ મોટર સાયકલો લઇ આવી યુવક તથા રાજુભાઇ તથા દિલસુખભાઇને જેમફાવે તેમ ગાળો આપી આરોપીઓએ વિપુલભાઇ શીયાળ નામના યુવકને મારી નાખવાના ઇરાદે છરી વડે જીવલેણ હુમલો કરી છરી વડે બંને બેઠકના ભાગે એક એક ઘા મારી અને ત્રીજો ઘા હાથની ત્રણ આંગળી ઉપર ઇજા કરી તથા રાજુભાઇ તથા દીલસુખને છરી વડે ઇજા કરી હતી. આ અંગે યુવકે 12 જેટલાં આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સાવરકુંડલામાં ચાંદીના છતરની ચોરી
રાજુલા ગામે સાવરકુંડલા રોડ ઉપર આવેલ બલદાણીયા પરિવારના સુરાપુરા ધાના દાદાના મંદિરમાં ગત તા.18 સવારના સાડા છએક વાગ્યાથી સાંજના છએક વાગ્યાના અરસામાં સુરાપુરા દાદાને અલગ અલગ ભક્તોએ ધાર્મીક અર્પણ તરીકે ચડાવેલ ચાંદીના છતરો નાના-મોટા કુલ-55 થી 60 ચાંદીના છત્તરો જેની અંદાજીત કિમત રૂપિયા 85,000 ના કોઇ અજાણ્યો ચોર ઇસમ સુરાપુરા દાદાની મંદિરનો દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશ કરી મંદીરમાંથી છતરો ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
આંબા ગામે સગીરાએ આપઘાત કર્યો
મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામે મથુરભાઇ ક્યાડાની વાડીએ રહેતી સગીરા ઉંમર 14 વર્ષની હોય અને તેણીને ભાવસિંગ નામના ઈસમ સાથે પ્રેમ સંબધ થઈ ગયેલ હોય, પરંતુ પરિવારના સભ્યોએ તેણીની નાની ઉંમર લગ્ન નહી કરી આપે તેમ લાગતા જે બાબતે મનમાં લાગી આવતા ગત તા.21 ના સવારના આશરે નવ વાગ્યાના સમયે લીલીયા તાલુકાના આંબા ગામે એવડામાં નાખવાની ઝેરી દવા પી જતા તેણીનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.