થાનના નવા ગામ પાસેથી પરમીટ વિના કોલસો લઈ જતું ડમ્પર ઝડપાયું

પોલીસે તપાસ હાથ ધરી

થાનગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવાગામ પોલીસ ચોકી પાસે એક ડમ્પર ઝડપી પાડ્યું છે. આ ડમ્પર રોયલ્ટી પાસ-પરમિટ વિના ખનીજ કોલસો (કાર્બોસેલ) ભરીને જઈ રહ્યું હતું. પોલીસે ડમ્પર નંબર ૠઉં-13-અડ-6434ને રોક્યું હતું. તપાસ કરતા તેમાં ખનીજ કોલસો ભરેલો મળ્યો હતો. ડમ્પર ચાલક રવીભાઈ બટુકભાઈ વાઘેલાની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમણે ખનીજ માટે જરૂરી રોયલ્ટી પાસ કે પરમિટ ન હોવાનું જણાવ્યું હતું.વધુ તપાસમાં સામે આવ્યું કે ચાલક રવીભાઈ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોતું. પોલીસે ડમ્પર અને તેમાં ભરેલા ખનીજને થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે રાખ્યું છે. ખનીજ ધારા-34 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ