ડ્રાઈવર વાહન પડતુ મુકી નાશી છુટ્યો : ચલાલા અને કોઠાપીપરિયામાં બેના અપમૃત્યુ નોંધાયા
ધારી તાલુકાના કરમદડી ગામે રહેતા રમેશભાઇ જીવાભાઇ પાટડીયા નામના યુવકના કૌટુંબીક ભાઇ ઉકાભાઇ મંગાભાઇ પાટડીયા (રહે.કરમદડી તા.ધારી) પોતાની મોટર સાઇકલ સાથે ધારી નજીક આવેલ અમ્રુતપુર-જીરા ગામ વચ્ચેથી તા22 ના રાત્રીના આશરે પોણા આઠેક વાગ્યે પસાર થતા હતા ત્યારે એક સફેદ કલરની અર્ટીગા ફોરવ્હિલ નં.ૠઉં-04-ઊઅ-0729ના ચાલકે પોતાની ફોરવ્હિલ રોંગ સાઇડમાં પુરઝડપે અને ગફલત રીતે ચલાવી ઉકાભાઇને માથાના ભાગે જમણી બાજુ તથા ડાબા હાથે તથા બંન્ને પગે ગંભીર ઇજાઓ કરી તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી તેમનું મોત નિપજાવી અર્ટીગા ફોરવ્હિલ મુકીને નાસી જઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે. ચલાલા ગામે મારૂતી સોસાયટી પાછળ, ફદયહ પંચવટી સોસાયટીમાં રહેતા મુકેશભાઇ દલપતભાઇ દેવમુરારી નામના 35 વર્ષીય ખેડુત ગત તા.23 ના રોજ બપોરના 2/30 વાગ્યે ગોપાલગ્રામ રોડ, દાનેવ ગુરૂકુળ પાછળ વાડી ખેતરે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતા આ ખેડૂતને ઇલેકટ્રીક શોટે લાગતા તેમનું મોત નીપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં ધારી તાલુકાના કોઠાપીપરીયા ગામે રહેતા રંભાબેન સુરેશભાઈ પડસારીયા નામની 55 વર્ષીય મહિલા ગત તા.8/09/26 ના રોજ વહેલી સવારે 4/45 વાગ્યે કોઠાપીપરીયા ગામે પોતાના રહેણાંક મકાને ચા બનાવતા હોય તે વખતે ગેસ લીકેજ હોવાના કારણે એકા એક ધડાકાભેર આગ લાગતા શરીરે દાઝી જતા રાજકોટ સીવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.