ભાટિયા ગામેથી મોડી રાત્રીના સમયે પાંચ જુગારીઓ ઝબ્બે
દ્વારકા તાલુકાના કુરંગા ગામના વાડી વિસ્તારમાં રહેતા જોધા વાલાભાઈ લુણા નામના 40 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે તેના કબજા ભોગવટાની વાડીમાં બહારથી માણસો બોલાવીને ચલાવતા જુગારના અખાડા પર એલસીબી પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.
આ સ્થળેથી પોલીસે જોધા વાલા ગઢવી, સુભાષ મનસુખ પિઠીયા, જીવા ઉર્ફે જીલો નાગાજણ મુન, ખીમા મેઘા વારસાકીયા, હમીર ઉર્ફે હમલો સામત ચાવડા, બાબુ ઉર્ફે કાનો ધીરા ગુજ્જર અને દેશુર અરજણ ચાવડા નામના સાત શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
આ દરોડામાં પોલીસે રૂ. 54,400 ની રોકડ રકમ તથા 6 નંગ મોબાઈલ ફોન અને રૂપિયા દોઢ લાખની કિંમતની સ્વિફ્ટ મોટરકાર મળી કુલ રૂપિયા 2,25,400 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ આગળની કાર્યવાહી કરી હતી. કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં ભાટિયા ગામેથી રાત્રિના સવા વાગ્યાના સમયે શંકર ટેકરી વિસ્તારમાં આવેલા ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની મોજ માણી રહેલા નાથા ઘેલા ફફલ, જયદાન ઉર્ફે જગુ પાલા વરમલ, ભરત બાબુ ગોંડલીયા, રમેશ ગોપાલ કારીયા અને હમીર નુંઘા ધમા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, રૂ. 6,270 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.