સમગ્ર દેશમાં તા. 14 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ દૂંદાળાદેવની ભક્તિમાં લીન થયું હતું. 11 દિવસના ગણેશોત્સવમાં પંડાલો, શેરી, મહોલ્લામાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતાં. અંતિમ દિવસે રાજકોટ શહેરના રાજમાર્ગો પર ગણેશ પ્રતિમાઓની શોભાયાત્રા નિકળી હતી. ‘અગલે બરસ તુ જલ્દી આના’ના ગગનભેદી નાદ સાથે ભક્તોની આંખો આંસુથી ભરાઈ હતી. વિવિધ સ્થળોએ ગણેશ પ્રતિમાના વિસર્જન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. ઢોલ-નગારાના નાદ, અબીલ-ગુલાલની ઉડતી છોળો વચ્ચે ભક્તોએ બાપ્પાને વિદાય આપી હતી.
(તસ્વીર : પ્રવિણ સેદાણી)
