રાજુલામાં ગણેશ વિસર્જન સમયે 4 ડુબ્યા: ત્રણનો બચાવ

લાપતા યુવકની શોધખોળ

અમરેલી જિલ્લામા વધુ એક દુર્ઘટના સામે આવી છે રાજુલા તાલુકાના દરિયાકાંઠે ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાતા તંત્રમાં દોડધામ મચી છે રાજુલા તાલુકાના ચાંચબંદર ગામ નજીક દરિયામાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરતી વખતે ચાર યુવકો ડૂબી ગયા હતા ઘટનામા સ્થાનિક લોકોની મદદથી ત્રણ યુવકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એક યુવક હજુ લાપતા હોવાથી શોધખોળ હાથ ધરી છે ઘટનાની જાણ થતાં મામલતદાર, ઝઉઘ અને પીપાવાવ મરીન પોલીસ સહિતનો તંત્રનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને લોકોની મદદથી દરિયામાં લાપતા વીરસીંગભાઈ જેરામભાઈ ગુજરીયા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાપતા યુવકની શોધખોળ માટે પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી છે, જેના પગલે દરિયામાં શોધખોળની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે ચાંચબંદર ગામ સહિત વિસ્તારમા ચિંતા પ્રસરી છે છવાયો છે.

રિલેટેડ ન્યૂઝ