સાવરકુંડલાના ભુવા ગામેંથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એકને ઝડપી લેતી પોલીસ

એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ઈશરાણી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ. ચાર્ટર લગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે “ભુવા ગામના સ્મશાન પાસે વાડી તરફ જવાના રસ્તા પાસે એક ઈસમ હાથ બનાવટની દેશી જામગીરી બંદુક સાથે ઉભેલ હોય જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ પહોંચી રેઇડ કરતા એક હાથ બનાવટની દેશી જામગરી બંદૂક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે સાવરકુંડલા મારૂતિનગરમાં રહેતા ઈબાહિમ ઉર્ફે ડિગલો સલીમભાઈ લાડક નામના ઈસમને ઝડપી પાડેલ છે.
પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટની જામગીરી બંદુક (અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ તથા અધિક જીલ્લા મેજી. અમરેલીના હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

રિલેટેડ ન્યૂઝ