રૂા. 4.55 લાખનો મુદ્દામાલ કબ્જે
જામનગર જિલ્લાના ધ્રોલ નજીકથી રૂપિયા એક લાખ ની કિંમત ના બે કિલો ગાંજા ના જથ્થા સાથે બે આરોપીઓ ને ધ્રોલ પોલીસે ઝડપી લીધા છે.ધ્રોલ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર આઈ.એ.ઘાસુરા ના માર્ગદર્શન મુજબ ધ્રોલ પો.સ્ટે.ના સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન ધ્રોલ પોલીસ સ્ટેશન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદુભા જાડેજા , અશોકભાઈ શિયાર અને પોલીસ કોન્સ્ટેબલ મનિષભાઈ વાડોલીય ને બાતમી મળેલ કે, ધ્રોલ-જામનગર હાઈવે રોડ, ચંન્દ્રોદય હોટલ ની સામે રોડ ની સાઈડ માં સફેદ કલર ની હુન્ડાઈ કંપની ની વરના ગાડી નંબર જીજે-02 – બીડી-5655 મા બે ઈસમો ગાંજા ના જથ્થા સાથે બેઠા છે. જે હકિકત મુજબની જગ્યાએ જઈ રેઈડ કરતા ત્યાથી જયેશભાઈ રામાભાઈ કારાવદરા તથા જયદિપગર દયાગર અપારનાથી ( રહે બંને રાણારોઝીવાડા ગામ તા.જી.પોરબંદર) ગે.કા. માદક પદાર્થ ગાંજો 2 કિલો કુલ કિ.રૂ.1,00,000 તથા બે મોબાઈલ ફોન તથા વરના કાર વિગેરે મળી કુલ કિંમત રૂપિયા કિ.રૂ.4,55,000 ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. આ બંને આરોપીઓ વિરૂધ્ધ ધ્રોલ પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
