રાણપુરમાં DYSPની હાજરીમાં લોક દરબાર યોજાયો : ટ્રાફિક, સીસીટીવી અને રાત્રિ પેટ્રોલિંગ વધારવા મુદ્દે રજૂઆતો

સાયબર ફ્રોડ અંગે DYSP ચિંતન પટેલે લોકોને માર્ગદર્શન આપ્યું

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મોડલ સ્કૂલ ખાતે રાણપુર પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉઢજઙ ચિંતન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ લોક દરબારમાં રાણપુર શહેર અને તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે આગેવાનો તથા ઉપસ્થિત લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરની ટ્રાફિક સમસ્યા, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, રાત્રિ પેટ્રોલિંગ, અસામાજિક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી સહિતના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.
લોક દરબારમાં રાણપુર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વધુમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેમજ હાલ બંધ હાલતમાં રહેલા સીસીટીવી કેમેરા તાત્કાલિક ધોરણે કાર્યરત કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાના માધ્યમથી શહેરમાં બનતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને ગુનાહિત બનાવો પર નજર રાખવામાં મદદ મળી શકે તે અંગે પણ ચર્ચા થઈ હતી.
રાણપુર શહેર તેમજ તાલુકાના બહારના અને છેવાડાના વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા અંગે આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મોડી રાત્રે શહેરમાં અવરજવર કરતા શંકાસ્પદ વ્યક્તિઓ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે, જરૂરિયાત મુજબ તેમની પૂછપરછ કરવામાં આવે તથા તેમની ઓળખ ચકાસવામાં આવે તેવી રજૂઆતો પણ લોક દરબારમાં કરવામાં આવી હતી. શંકાસ્પદ હિલચાલ જણાય ત્યારે કાયદેસરની પ્રક્રિયા મુજબ તપાસ કરવામાં આવે તે અંગે પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત રાણપુર શહેર અને તાલુકામાં અસામાજિક તત્વો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવશે અને ગેરકાયદેસર તથા અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી ઉઢજઙ ચિંતન પટેલ દ્વારા આપવામાં આવી હતી.
લોક દરબાર દરમિયાન ઉઢજઙ ચિંતન પટેલે સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ફ્રોડના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા ફોન, લિંક, ઓટીપી, બેંકિંગ વિગતો તેમજ ઓનલાઈન વ્યવહારો દરમિયાન સાવચેતી રાખવા અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ઉઢજઙ ચિંતન પટેલની આગેવાની હેઠળ યોજાયેલા આ લોક દરબારમાં પોલીસ દ્વારા શહેર અને તાલુકાની કાયદો-વ્યવસ્થા અંગે સતત તકેદારી રાખવામાં આવશે તેમજ અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સાથે જ નાગરિકોને પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ