રાજુલાના બારપટોળી ગામની સીમનો બનાવ રેસ્કયુ કરવા આવેલા ફોરેસ્ટર અને ટ્રેકર્સ પર બીમાર સિંહે હુમલો કરતા ઘાયલ


બન્ને અધિકારીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા: હુમલો કરી નાશી છુટેલા સિંહને પકડવા કવાયત

રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમ વિસ્તારમાં 9 વર્ષ કરતા વધુની ઉંમરનો સિંહ બીમાર હતો આ માહિતી મળતા વનવિભાગની ટીમ રેસ્કયુ ઓપરેશન કરવા માટે પહોંચી હતી આ દરમ્યાન ફોરેસ્ટર એમ.જે.ખાવડીયા,ટ્રેકર્સ ભરત જોગદીયા બંને ઉપર સિંહ દ્વારા હુમલો કર્યો જેમાં ફોરેસ્ટરને કમરના ભાગે હુમલો કર્યો અને ટ્રેકર્સને છાતીના ભાગે ગંભીર રીતે હુમલો કર્યો હતો તાત્કાલિક રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં ફોરેસ્ટરની રાજુલા સારવાર આપવામાં આવી અને ટ્રેકર્સને ગંભીર ઇજાઓ હોવાથી ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.
મોડી રાતે શેત્રુંજી ડિવિઝન ઉઈઋ ચિરાગ અમીન, અઈઋ રાજન જાદવ,ગીર પૂર્વ અઈઋ કપિલ ભાટીયા, જાફરાબાદ છઋઘ ચેતરાણીયા, ખાંભા છઋઘ, એનિમલ ડોકટર ટીમ સહિત ઓફિસરો ગાર્ડ ટ્રેકર્સના લોકો દોડી આવી બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ઇજાગ્રસ્ત બંનેની સ્થિતિ અંગે માહિતી મેળવી તાત્કાલિક સારવાર મળે તે માટે વ્યવસ્થા કરી હતી. સિંહ હુમલો કર્યો તે વિસ્તાર ચારે તરફ વિવિધ ખેડૂતોના પાક બાવળની કાટ સહિત જેવો ભરચક વિસ્તાર હોવાથી સિંહને શોધવામાં મુશ્કેલી સર્જાય હતી અને સિંહનું લોકેશન લેવા માટે વનવિભાગની ટીમો દ્વારા કવાયત હાથ ધરી હતી બીજી તરફ વનવિભાગ દ્વારા રિંગ પાંજરૂ મુકવામા આવ્યું હતુ આસપાસના વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી હાથ ધરી હતી. શેત્રુંજી ડીવીજન ઉઈઋ ચિરાગ અમીનએ જણાવ્યું આ વાડી વિસ્તારમાં સિંહ દ્વારા વનવિભાગના 2 કર્મચારીઓને ઇજા કરવામાં આવી છે સિંહ ઈજાગ્રસ્ત અશક્ત બીમાર હતો જેથી એક ટિમ રેસ્ક્યુની કામગીરી કરતો હતો આ આકસ્મિત ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે ઘટના ફરીવાર ન બને તે માટે વેટનરી ડોકટરો સાથે તાત્કાલિક રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાશે. વનવિભાગના મોટા કાફલા સાથે રાજુલા જાફરાબાદ બંને બોડર રેન્જમાં બારપટોળી કાતર આસપાસના તમામ વિસ્તારમા શોધખોળ હાથધરી પરંતુ સિંહ દૂર નીકળી જવાન કારણે ભારે મુશ્કેલી સર્જાય છે રાતભર દોડધામ કરી સિંહનું લોકેશન લેવા માટે પ્રયાસ કર્યો હતો ઓપરેશનમાં ઉઈઋ સહીત લોકો જોડાયા હતા હવે આજ મોડી સાંજ થી ફરી સિંહને પકડવા માટે શોધખોળ શરૂ થશે.
રાજુલા છઋઘ મકવાણા રજા ઉપર હોવાથી ખાવડીયા ફોરેસ્ટર ઇન્ચાર્જ આરએફઓ તરીકે ફરજ બજાવતા હતા આ દરમ્યાન સર્વિસ પોતાની પ્રાઇવેટ રિવોલ્વર પડી જવાના કારણે પ્રથમ શોધખોળ હાથ ધરી નહીં મળતા રાજુલા પોલીસને જાણ કરી તપાસ હાથધરી છે.

રિલેટેડ ન્યૂઝ