કાજલી ગામે પોષણ અને બાળ વિકાસ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે આંગણાં દિલ સેવા અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામમાં આવેલ કાજલી ફાટક ખાતે આંગણવાડી કેન્દ્ર ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર સાથે જોડાઈને બાળકોના પોષણ, આરોગ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માતા-પિતા તથા ગ્રામજનોને આંગણવાડી સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. ‘આંગણાં દિલ સેવા’ અભિયાન અંતર્ગત તા. 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2025 દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં કુપોષણ ઘટાડવો, યોગ્ય પોષણ અંગે જાગૃતિ લાવવી તથા બાળ વિકાસ માટે સમાજની ભાગીદારી વધારવાનો છે.
કાર્યક્રમમાં કાજલી ગામના સરપંચ મેરગભાઇ બારડ વેરાવળ તાલુકા પંચાયત ના સભ્ય નરેન્દ્રસિંહ ઝાલા કાજલી ગામના ઉપ પટેલ ઈકાબલભાઇ સુમારા,કાજલી ગામના રાજેશ ભજગોતર સહિત ના આગેવાનો, વાલીઓ, આંગણવાડી કાર્યકરો, બહેનો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યાં હતા.

રિલેટેડ ન્યૂઝ