માલણ નદીના પટમાં રેતીનો ખેલ બે ચેકડેમ તોડી નાખ્યાનો આક્ષેપ

ઉનાના ઉટવાળામાં દોઢ વર્ષથી ગેરકાયદેસર રેતી ઉપાડાતી હોવાની ફરિયાદ
ટ્રેક્ટર-જેસીબીથી રેતી રે.સ.નં. 9માં ઠલવાતી હોવાનો અરજદારનો દાવો

ઉના તાલુકાના ઉટવાળા ગામે માલણ નદીના પટમાંથી કથિત રીતે ગેરકાયદેસર રેતી ઉપાડવાના આક્ષેપે ચકચાર જગાવી છે. ગામના ભુપતભાઈ ઉકાભાઈ ગોહિલે મામલતદાર, ઉના સમક્ષ કરેલી લેખિત અરજીમાંછેલ્લા આશરે દોઢ વર્ષથી માલણ નદીમાંથી રેતી ઉપાડવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરી સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજદારના જણાવ્યા મુજબ ઉટવાળા ગામના કેટલાક માથાભારે શખ્સો દ્વારા માલણ નદીના પટમાંથી રેતી ઉપાડવામાં આવે છે અને નદીની નજીક આવેલી રે.સ.નં. 9ની જમીનમાં ટ્રેક્ટર તથા જેસીબી મારફતે રેતી ઠાલવવામાં આવે છે. અરજીમાં હમીરભાઈની રે.સ.નં. 218ની જમીન નદીનીબાજુમાંઆવેલીહોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં માત્ર રેતી ચોરીનો જ નહીં પરંતુ માલણ નદી પરના બે ચેકડેમ તોડી નાખવામાં આવ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે નદીના પાણીના સંગ્રહ અને આસપાસના ખેડૂતોના પાણીના હિતને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થળ પર જઈ તપાસ કરવી જરૂરી બની છે. અરજદારનો દાવો છે કે રેતી ઉપાડવા અંગે તેમણે અગાઉ પણ સંબંધિત વ્યક્તિને જણાવ્યું હતું. ત્યાર બાદ મામલતદાર કચેરી, જિલ્લા કલેક્ટર તથા ખાણ-ખનિજ વિભાગમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત 112 નંબર પર પણ જાણ કરવામાં આવી હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. તેમ છતાં કાર્યવાહી ન થઈ હોવાનો અરજદારનો આક્ષેપ છે. અરજીમાં જણાવ્યા મુજબ, ફરિયાદ કરવા અંગે સામેવાળા તરફથી પડકારજનક જવાબ મળ્યો હોવાનો પણ ઉલ્લેખ છે. જેના પગલે હવે અરજદારે સમગ્ર મામલે તંત્ર સત્તાવાર તપાસ કરે અને જો ગેરકાયદેસર ખનન અથવા સરકારી મિલકતને નુકસાન થયું હોવાનું બહાર આવે તો નિયમ મુજબ જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. માલણ નદીના પટમાંથી ખરેખર કેટલા પ્રમાણમાં રેતી ઉપાડવામાં આવી છે, કયા સાધનોનો ઉપયોગ થયો છે, રેતીનો સંગ્રહ કાયદેસર છે કે કેમ અને ચેકડેમને નુકસાન થયું છે કે નહી તે પણ સ્થળ પર તપાસ કરી પગલા લેવા માંગણી કરી છે દોઢ વર્ષથી રેતી ઉપાડી ટ્રેક્ટર-જેસીબી દ્વારા રે.સ.નં. 9 માં રેતી ઠલવાતી હોવાની ફરિયાદ કરાયેલ છે જેના કારણે બે ચેકડેમ ને ભારે નુકશાન પહોંચ્યું હોય આ બાબતે મામલતદાર, કલેક્ટર, ખાણ-ખનિજ સિંચાઇ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી નદીના પટમાં ચાલતિ ખનિજ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવા માંગણી કરી છે

રિલેટેડ ન્યૂઝ