જૂનાગઢ રેન્જ પોલીસે રૂ.1,14,480નો મુદ્ામાલ કબ્જે કર્યો
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી ડ્રગ્સની બદીને નાબૂદ કરવા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ રેન્જ પોલીસને મોટી સફળતા મળી છે. વિસાવદર બસ સ્ટેશન ખાતેથી ગાંજાના જથ્થા સાથે સુરતના ત્રણ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એ.એસ.આઈ. ગીરીરાજસિંહ વાઘેલાને મળેલી બાતમીના આધારે જૂનાગઢ એસ.ઓ.જી. અને પોલીસ સ્ટાફે સંયુક્ત રેઈડ કરી હતી. જેમાં રાજ ચન્દ્રેશભાઈ પરમાર (ઉં.વ. 26), કરન બજરંગી સોની (ઉં.વ. 24) અને ગૌતમ ચેતનભાઈ ડાભી (ઉં.વ. 26) નામના ત્રણ આરોપીઓ પાસેથી 1.680 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો (કિંમત રૂ. 84,000) મળી આવતા પોલીસે આરોપીઓ પાસેથી પ્રતિબંધિત ગાંજો 3 મોબાઈલ ફોન અને રોકડા રૂ. 480 મળી કુલ રૂ. 1,14,480નો મુદ્દામાલ કબ્જે કરી, ત્રણેય આરોપીઓની અટક કરી, આ મામલે વિસાવદર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર આરોપી દીપક (સુરત) તથા અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
