જામજોધપુરના દડીયામાં જુગારના દરોડા: 9 મહિલા મળી 15 ઝડપાયા

પોલીસે રોકડ સહિતનો મુદ્ામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

જામનગર જિલ્લાના જામજોધપુર અને ત જામનગર તાલુકાના દડિયા ગામ માં પોલીસે જુગાર અંગે અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા અને નવ મહિલા તથા છ પુરુષોને ઝડપી પાડ્યા હતા. જામનગર જિલ્લા ના જામજોધપુર માં જુગાર રમતા 9 મહિલા ને પોલીસે ઝડપી પાડ્યા છે. અને રોકડ રકમ કરજે કરી છે .
જામજોધપુર ના ડોઢીયા વાડી માં મહિલાઓ જુગાર રમતી હોવા ની બાતમી ના આધારે સ્થાનિક ગાત રાત્રે દરોડો પાડ્યો હતો . અને ગંજીપતા થી જુગાર રમતા શિલ્પાબેન ગોંવિદભાઇ વંશ , દક્ષાબેન દેવેન્દ્રભાઇ ઘેટીયા , મોતીબેન રણમલભાઇ બેરા , ભાવનાબેન રમેશભાઈ મારૂ , જસુબેન જગદીશભાઇ વસરા , વિજયાબેન મનસુખભાઇ સાપરીયા , પ્રવીણાબેન ભાવીનભાઇ જાદવ , હિમાનીબેન અક્ષયભાઇ મારૂ અને પન્નાબેન રાજેશભાઇ કાનાબાર ને ઝડપી લીધા હતા જોકે પોલીસ એ સ્થળ પર નોટિસ આપી તમામને મુક્ત કર્યા હતા. અને જુગાર ના સ્થળે થી રૂ.14250 ને રોકડ રકમ કબજે કરી હતી.
જુગાર નો બીજો દરોડો જામનગર તાલુકાના દડીયા ગામના પોલીસ દ્વારા પાડવામાં આવ્યો હતો. જ્યાં ગત મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટ ના અજવાળે ગંજીપત્તા થી જુગાર રમતા છ શખ્સો ને ઝડપી લેવાયા હતા. ગત રાત્રે પોલીસે પાડેલા આ દરોડા માં જુગાર રમતા પ્રભુભાઇ લાલજીભાઇ હરવરા , રમેશભાઇ ધનાભાઇ ધ્રાંગીયા , વીશાલભાઇ મનસુખભાઇ નંદા , મેહુલભાઇ ઘામભાઇ વસીયર , ભાવેશભાઇ ધીરૂભાઇ ગંઢા અને રાજેશભાઇ નાથાભાઇ નંદા રૂ. 30,300 ની રોકડ રકમ સાથે ઝડપાઈ ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ