રાજુલાની સંઘવી પ્રા.શાળામાં ચિત્ર પ્રદર્શન અને વકતૃત્વ સ્પર્ધા યોજાયા

રાજુલા: રાજુલા સંઘવી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ચિત્ર પ્રદર્શન તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત થયેલા બાળકોએ પોતાની સર્જનાત્મકતા અને વક્તૃત્વ કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિજેતા તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હિંમતભાઈ બળદાણીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કનુભાઈ કામળિયા, અમરેલી જિલ્લા યુવા મોરચાના ઉપાધ્યક્ષ જયરાજભાઈ ધાખડા, રાજુલા તાલુકા યુવા મોરચાના પ્રમુખ ભૌતિકભાઈ કિકાણી, રાજુલા શહેર યુવા મોરચાના મહામંત્રી જયદીપભાઈ કોટીલા, ઘનશ્યામભાઈ મશરૂ, મિલનભાઈ ઓઝા, ટીપીઓ સુમરા તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં નવી પેઢીની ભૂમિકા વધુ મજબૂત બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ