કાર ચાલકે અનેક વાહનોને હડફેટે લીધા હતા
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમા ગઈ કાલે મોડી રાતે ઇનોવા કાર નંબર ૠઉં-14-અઝ-0252 ચાલક ડ્રાયવર પ્રદીપ મંગળુભાઈ ધાખડા જઝ બસસ્ટેન્ડ વિસ્તારમાંથી પુરપાટ સ્પીડમાં ચલાવી પસાર થતા બસ સ્ટેન્ડ નજીક બાઇક સવારને ટક્કર મારી અડફેટે લેતા બે યુવાનોને સામાન્ય ઇજાઓ પહોચી અને ટ્રાવેલ્સ બસને સાઈડના ભાગે ટક્કર મારી અને હિંડોરણા રોડ પર ઓવર સ્પીડમાં પસાર થતા રાજુલા પોલીસની 112ની ટીમ પણ આ કારનો પીછો કરવા માટે ફિલ્મી ઢબે પીછો કર્યો કાર ચાલકને ચારે તરફ વાહન ચાલકો લોકોના જીવ રીતસર તાળવે ચોંટી ગયા હતા.
આ ઇનોવા કાર બસ સ્ટેન્ડ વિસ્તાર માંથી ઓવર સ્પીડમાં નીકળ્યા બાદ બે ફામ સ્પીડમાં ચલાવતા પાછળ 112ની ટીમ દોડી કાર ચાલક રાજુલાથી હિંડોરણા ગયો અને ત્યાંથી ભેરાઈથી,ભચાદર,વડ, છતડીયા,ફરીવાર હિંડોરણાથી નેશનલ હાઇવે પર ચારનાળા ઉના રોડ પર ચડતા પોલીસની ત્રણ વાહન અને અન્ય સ્થાનિક રોષે ભરાયેલ લોકો પણ પોલીસની મદદ માટે દોડી હતી કાગવદર ગામ નજીકથી ઇનોવા ચાલકને દબોસી લઇ પકડવામાં મોટી સફળતા મળી હતી. કાર ચાલક સામે પુરપાટ સ્પીડે ઇનોવાએ ચલાવી માનવ જિંદગી જોખમ માં મુકાય તેવી રીતે પુરપાટ સ્પીડે ગફલતમાં રહી પસાર થતા ચાલકને પોલીસએ ધરપકડ કરી પૂછ પરછ હાથ ધરી તપાસ શરૂ કરી છે ક્યાંથી ક્યાં જતો હતો આ અંગે તપાસ શરૂ છે ઇનોવા કારને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે.આરોપી ચાલકને પકડવાથી અન્ય મોટી દુર્ઘટના ન બની અને બનાવ બનતા પોલીસએ અટકાવી કાર્યવાહી હાથ ધરી છે. ઇનોવા કાર ચાલક બસ સ્ટેન્ડથી લઈ હિંડોરણા સુધી શહેરના દુકાનો હોટલ પેટ્રોલપંપ પોલીસ સરકારી કેમેરામાં પણ આ ઘટના કેદ થય છે તેના આધારે પી.આઈ.વિજય કોલાદ્રાની ટીમએ પીછો કરી દબોસી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
