ધાવડી માતાના મંદિરથી નિષ્કલંક મહાદેવ મંદિર સુધી સફાઈ અભિયાન યોજાયું
વિશ્વ પર્યાવરણ દિવસ તથા ‘સ્વચ્છ પ્રવાસન સ્થળ’ના સંદેશને સાર્થક કરવા ભાવનગર તાલુકાના કોળિયાક ગામે ધાવડી માતાના મંદિરથી નિષ્કલંક મહાદેવ મંદિર સુધીના આશરે 1.5 કિ.મી. લાંબા દરિયાકિનારે સફાઈ અભિયાન યોજાયું હતું.
અભિયાન દરમિયાન દરિયાકિનારેથી પ્લાસ્ટિક સહિતનો મોટો જથ્થો એકત્રિત કરી ટ્રેક્ટર મારફતે યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ગણપતિ વિસર્જન દરમિયાન દરિયાકિનારે આવેલી તેમજ ખંડિત મૂર્તિઓને એકત્રિત કરી ધાર્મિક વિધિ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગ્ય નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેરેસિલ કંપનીના કર્મચારીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વચ્છતા કામગીરીમાં યોગદાન આપ્યું હતું. કેરેસિલ કંપની દ્વારા ઈજછ પ્રવૃત્તિ અંતર્ગત આયોજિત આ અભિયાનમાં તાલુકા પંચાયત કચેરી, વળાવળ ક્ધયા શાળા, પ્રાથમિક શાળા નવાગામ, ગ્રામ પંચાયત કોળિયાક, સ્વચ્છ ભારત મિશન, ઈંછઉ સ્ટાફ તથા વન વિભાગના સંયુક્ત સહયોગથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દરિયાકિનારા, ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવા તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. વિવિધ સંસ્થાઓ અને વિભાગોના સંયુક્ત પ્રયાસોથી કોળિયાકના દરિયાકિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં વિસ્તરણ અધિકારી વિપુલકુમાર પંડયા અને જગતપ્રકાશ જાની, ટેક્નિકલ આસિસ્ટન્ટ હરપાલસિંહ ગોહિલ, ક્લસ્ટર કો-ઓર્ડિનેટર આર.આર. વાળા, કોળિયાક ગામના સરપંચ જગદીશભાઈ સોલંકી, પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રી કે.જી. વાઘેલા, ફોરેસ્ટર આર.એલ. સરવૈયા, વનરક્ષક ક્રિષ્ના કે. પંડયા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
