દર્દીના પુત્ર દ્વારા ડોકટરને મુક્કો મારવાના કિસ્સામાં નવો વળાંક
હોસ્પિટલમાં દવા, ઇન્જેકશન, ગ્લુકોઝના બાટલાનો જથ્થો હોવા છતાં દર્દીને આપવાની ઘસીને ના પાડે છે: પત્રકાર અને નગરપાલિકાના સદસ્યના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડયો તો આમજનતાની શું હાલત થતી હશે
વાંકાનેરની રેફરલ સરકારી હોસ્પીટલમાં છેલ્લા ઘણા સમયથી સારવાર બાબતે સાવ કથળી ગયેલો વહીવટ જોવા મળી રહ્યો છે. રાજય સરકારે પ્રજાની સુખાકારી અને આધુનકી સારવાર મળી રહે તે હેતુથી કરોડોના ખર્ચે અદ્યતન પાંચ માળનું 100 બેડની તમામ સુવીધાથી સજજ હોસ્પીટલ બનાવી આપેલ હોવા છતાં અમુક ડોકટરોની અવળચંડાઇથી દર્દીઓની મુશ્કેલીમાં વધારો થતો હોય છે.
ગત તા.23ના રોજ વાંકાનેર પાલીકા મહીલા સદસ્ય જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલને તાવ શરદી ઉધરસની ટ્રીટમેન્ટ માટે આવતા ફરજ પરના ડો.મહંમદ એ વકાલીયાએ રાજકોટ મોરબી અથવા ખાનગી હોસ્પીટલ ખાતે જવાની સલાહ આપી અહીં હાલ વાંકાનેર સરકારી હોસ્પીટલમાં બાટલાનો સ્ટોક ઉપલબ્ધ નથી તેવો ઉડાવ જવાબ આપેલ હતો.
આ દર્દીના પુત્ર અમીત સેજપાલે ડો.વકાલીયા સાથે ચર્ચા માટે આવેલ અને અમીત સેજપાલે તેને રજુઆત કરતા આવા સામાન્ય તાવ, શરદી ઉધરસમાં રાજકોટ-મોરબી ન જવાનું આતો સામાન્ય કહેવાય તેટલી જ રજુઆતમાં ઉપરોકત ડોકટર ગુસ્સે ભરાઇ તમે કોણ મને સલાહ દેવાવાળા છો. આવા ઉધ્ધત ભર્યા જવાબ આપતા દર્દીના પુત્ર અમિતભાઇએ ગુસ્સે ભરાઇ ડો.વકાલીયાના ગરદનના ભાગે મુક્કો મારી દીધેલ હતો અને આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
આજ રીતે તા.22-9ના દિવસે વાંકાને પત્રકાર લિતેશભાઇ ચંદારાણાને પણ તેમના પત્ની રેખાબેન ચંદારાણને પણ છેલ્લા ચાર દિવસ તાવ શરદી ઉધરસ હોવાથી વાંકાનેર સરકારી હોસ્પીટલના વય મર્યાદાના કારણે નિવૃત થયેલા ડો.એ.જે. મસાકપુત્રાના ઘરથી ત્રણ દિવસની દવા આપેલ અને સલાહ મુજબ જો નબળાઇ જેવું લાગે તો એક સાદો ગ્લુકોઝની બોટલ ચડાવડાવી દેજો તેમ કહેલ. જોતજોતામાં તાવ ઉધરસ શરદીમાં ફેર પડી ગયો પણ વધુ પડતી નબળાઇ જણાતા બોટલ ચડાવવા વાંકનેર સરકારી હોસ્પીટલ ખાતે ઉપરોકત ડો.મહંમદ વકાલીયા દ્વારા હાલ બોલટનો સ્ટોક નથી તેવું જણાવતા દર્દી રેખાબેનના પુત્ર દિપેન ચંદારાણાએ બહારના મેડીકલ સ્ટોરમાંથી બાટલો ખરીદી દર્દીને ચડાવવા મજબુર કરેલ.
જોવાનું એ રહ્યું કે ઉપરોકત મહીલા દર્દી રેખાબેન ચંદારાણાનો પુત્ર દિપેનભાઇ ચંદારાણા પણ વાંકાનેર સીવીલ હોસ્પીટલનો કર્મચારી હોવા છતાં આ ડો.હંમદ વકાલીયાએ હોસ્પીટલના કર્મચારીને બોટલની સ્પષ્ટ ના કહેતા વિચારવા જેવું એ છે કે જો સ્ટાફ કર્મચારીને આટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો આમ દર્દીઓની શું હાલત થતી હશે. બીજી બાજુ સ્ટોક નથી તેવું ડોકટર કહે છે. વાંકાનેરની વિવાદીત સરકારી હોસ્પીટલ વિવાદનો મધપુડો છેડનાર ડો.મહંમદ એ. વકાલીયા તેમજ હજારોની સંખ્યામાં દવા, ઇન્જેકશન તથા ગ્લુકોઝના બાટલાનો અઢળક જથ્થો તસવીરમાં નજરે પડે છે.
