પુત્રીને સ્ક્ુલે મૂકી ઘરે પરત ફરતી માતાને કાળ ભેટ્યો
કોડીનાર જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ એસ.કે. એમ. સ્કુલ પાસે પૂર ઝડપે જતી મોટરસાયકલ અડફેટે લેતા મહિલા મહિલા ફંગોળાઈ જતા તેને ગંભીર ઇજા થતાં નું મૃત્યુ નીપજ્યું હતું
બનાવની વીગત એવી છે કે કોડીનારમાં જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી સોમનાથ કેળવણી મંડળ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ આવેલ હોય જયાં જીન પ્લોટ માં રહેતા સવિતાબેન જીતેન્દ્રભાઈ ચુડાસમા ઉવ 52. જે પોતાની દીકરી નિયતી ધોરણ સાત માઆભિયાસ કરતી હોય જે ને સ્કૂલે મૂકી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રોણાજ રોડ ઉપરથી પૂર ઝડપે અને બે ફિકરાય થી ચલાવતા મોટરસાયકલ સવારે સવિતાબેન ને હડફેટે લેતા જેમને ગંભીર ઈઝા પહોંચતા તેમને તાત્કાલિક રા.ના વાળા હોસ્પિટલ ખસેડેલત્યાંના ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી પી એમ. માટે કોડીનાર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે
