મુળીના વગડિયા ગામે મકાનમાંથી વિસ્ફોટક પદાર્થ મળ્યો: 1.75 લાખનો મુદ્દામાલ જપ્ત

વિસ્ફોટક ક્યાંથી લવાયો, કોને વેંચવાનો હતો તે અંગે પોલીસની પુછપરછ

સુરેન્દ્રનગરના વગડિયા ગામે એક મકાનમાં પોલીસે દરોડો પાડી પાસ પરમીટ વિનાના વિસ્ફોટક પદાર્થ કબ્જે કર્યો હતો. આ અંગે પોલીસે એક શખ્સની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ મૂળી તાલુકાના વગડીયા ગામે વિપુલભાઈ વેલાભાઈ સાનિયાના રહેણાંક મકાનમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી ની ટીમ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન ઘરમાંથી માનવ જીવન જોખમાય અને જો તેમાં થોડો પણ વિસ્ફોટ થાય તો આજુબાજુની સોસાયટીઓમાં નુકસાન થાય તે પ્રકારનો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો. જઘૠ દ્વારા જીલેટીન નામના એક્સપોઝિવ પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 8196 નંગ ધુલેટીન સ્ટીક મળી આવી હતી અને આ દરોડા દરમ્યાન 1.75 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જથ્થો ક્યાંથી અને કયા ઇરાદે લાવવામાં આવ્યો તે દિશામાં તપાસ શરૂ
સુરેન્દ્રનગર ડીવાયએસપી પાર્થ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિસ્ફોટક પદાર્થનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા ઉપયોગમાં લેવાનો હતો તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે .
ઝડપાયેલા આરોપીના રિમાન્ડ માંગવામાં આવ્યા છે કોર્ટ દ્વારા રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે અને હાલના તબક્કામાં અલગ અલગ પ્રકારના ઓપરેટ કરવાના અને વિસ્ફોટક કરવાના પદાર્થ અને સિસ્ટમ જપ્ત કરવામાં આવી છે અને મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ