18 દિવસમાં ત્રીજા રાષ્ટ્રીય પક્ષીનું મોત થતા પર્યાવરણપ્રેમીઓમાં રોષ

જાફરાબાદના કાગવદર ગામે પવનચક્કીની લાઈનમાં વધુ એક મોરનું થયું મોત

પવનચક્કીની વીજલાઈનો અંગે તાત્કાલિક તપાસ કરવા લોકમાંગ

જાફરાબાદ તાલુકાના કાગવદર ગામમાં આવેલી વિંના એનર્જી કંપનીની પવનચક્કીની લાઈનમાં ફરી એક વખત રાષ્ટ્રીય પક્ષી મોર મોતનો ભોગ બન્યો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ આ વિસ્તારમાં ચકચાર મચી છે. પવનચક્કીની લાઈનના વિસ્તારમાં મોર આવી જતા કરંટ લાગવાથી તેનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃત મોરને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે લાવવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોરના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ખાસ કરીને માત્ર 13 દિવસના ટૂંકા ગાળામાં આ જ વિસ્તારમાં બીજા મોરનું મોત થતાં બાદ ભટવદર ગામનાં બનાવ પછીની પાંચમા દિવસે કાગવદરમાં ત્રીજા રાષ્ટ્રીય પક્ષી મોર નુ મોત પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગામલોકોનો આક્ષેપ છે કે, જો આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહેશે તો રાષ્ટ્રીય પક્ષી સહિત અન્ય પક્ષીઓના જીવ માટે પણ મોટું જોખમ ઊભું થઈ શકે છે. જેના કારણે જવાબદાર તંત્ર અને સંબંધિત કંપની દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે અને પક્ષીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
કાગવદર ગામમાં ગામલોકો અને પર્યાવરણપ્રેમીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે પવનચક્કીની વીજ લાઈનો અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં રાષ્ટ્રીય પક્ષી કે અન્ય પક્ષીઓના મોત ન થાય તે માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે. રાષ્ટ્રીય પક્ષીના વારંવાર થતા મોતને લઈને તંત્ર હવે શું કાર્યવાહી કરે છે

રિલેટેડ ન્યૂઝ