અમરેલી એલસીબી ટીમની કાર્યવાહી
અમરેલી એલ.સી.બી.ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે અમરેલી -લાઠી બાયપાસ ચોકડી પાસે વોચ ગોઠવી તે દરમિયાન જુનાગઢ, ટીંબાવાડી, બીલનાથપરા ભાગ -2 માં રહેતા દીલીપભાઇ છગનભાઇ મોકરીયા તથા જુનાગઢ જિલ્લાના મોટી ઘંસારી ગામે રહેતા રમેશભાઇ વશરામભાઇ એરડા નામના બે ઇસમોને ફોરવ્હીલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અમરેલી સીટી વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- 229 કિમત રૂપિયા 1,51,067ની હેરફેર કરતા બે ઇસમોને વાહન સહિત કુલ રૂપિયા 5,51,067 નાં મુદ્દામાલ સાથે અમરેલી એલ.સી.બી.ટીમેં ઝડપી લઇ, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબિશન ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
