કાયદાકીય સુરક્ષા જાગૃતિ અને કારકીર્દી અંગે માર્ગદર્શન અપાયું
‘કાયદાકીય સુરક્ષા જાગૃતિ અને કારકિર્દી માર્ગદર્શન’ કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર આયોજન ટ્રસ્ટી સ્વામી માધવસ્વરૂપદાસજી તથા કેમ્પસ ડાયરેકટર મુકેશભાઈ કાનેટિયાના માર્ગદર્શન હેઠળ થયું હતું.
તાલીમાર્થીઓને કાયદાકીય સુરક્ષા જાગૃતિ અને કારકિર્દી માર્ગદર્શન આપવાના હેતુના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન – મહિલા ઙજઈં એસ.એન.મકવાણા જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી ઓફિસર આઈ.આઇ.મનસૂરી અને ફિલ્ડ ઓફિસર ભરતભાઈ મકવાણા ઉપરાંત ઙઇજઈ કાઉન્સેલર – રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણા, શી ટીમ મહિલા પોલીસ સ્ટેશનના સુરપાલસિંહ ગોહિલ, 181 મહિલા કાઉન્સેલર, સખી વન સ્ટોપ કર્મચારી, ઉઇંઊઠના કર્મચારી વગેરે હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆતમાં બધા મહેમાનશ્રીનું અક્ષત- કુમકુમના તિલક અને પુષ્પ સાથે સ્વાગત કર્યું હતું. સંચાલન તાલીમાર્થી યાજ્ઞિકાબેન અને મીલીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. બી.એડ્.કોલેજના આચાર્યશ્રી મેઘાણી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. મુખ્ય મહેમાન મહિલા ઙજઈં – એસ.એન. મકવાણાએ તાલીમાર્થીઓની પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ ગુરુકુળના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જેમણે સોશિયલ મીડિયાનો ઓછા ઉપયોગ અને કારકિર્દીના માર્ગમાં આવતી મુશ્કેલ પરિસ્થિતિનો હિંમત ભર્યો સામનો કરવાની પ્રેરણા પુરી પાડી હતી.
જીલ્લા મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સુરીએ તેમના અભ્યાસકાળના અનુભવો દ્વારા તાલીમાર્થીઓને તેઓના જીવનની નિષ્ફળતાઓમાંથી સફળતા મેળવી એક યોગ્ય ઓફિસર બનવાની સફર જણાવીને દરેકને એક સારા નાગરિક બનાવવા માટેની પ્રાર્થના કરી હતી.
જિલ્લા બાળ અધિકારી કચેરીના ફિલ્ડ ઓફિસર ભરતભાઈ મકવાણાએ વિવિધ પ્રકારના કાયદાઓ જેવા કે જાતીય સતામણી, 181 હેલ્પલાઇન નંબરની માહિતી, 181 એપ્લિકેશન, ઘરેલું હિંસા અધિનિયમ 2005 વગેરેની માહિતી પુરી પાડી હતી. ત્યારબાદ ઙઇજઈ કાઉન્સેલર રીનાબેન વ્યાસ, શી – ટીમના અધિકારીએ પીડિત મહિલાના રક્ષણની કામગીરી, નારી અદાલત વગેરે વિષય સમજ આપી હતી છે.
“તેરે મેરે સપને પ્રોજેક્ટ”ની સખી વન સ્ટોપ ટીમના અધિકારીશ્રીએ તેના 24 કલાક કાર્યરતની કામગીરી, મેરેજ પછીના મહિલાના કાયદાઓ વિશે માહિતી આપી હતી. સુરપાલસિંહ ગોહિલ દ્વારા ભવિષ્યના કાયદાકીય ગુનાહો ની અટકાયત અંગે ટકોર કરી હતી. બી. એડ્ . કોલેજના પ્રાધ્યાપક યોગેશ આભાર દર્શન થયું હતું.
