સમર્થ મહિલા ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સાધારણ સભામાં આજુબાજુના ગામો તેમજ સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત

આજરોજ બગસરા પટેલ વાડી ખાતે સમર્થ મહિલા ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણીના અધ્યક્ષ સ્થાને યોજાયુ હતું. જેમાં મુખ્ય ઉદઘાટન અમરેલીના જયશ્રીબેન અતુલભાઈ કાનાણીના હસ્તે દીપ પ્રાગટય કરી આ સાધારણ સભાને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ સાધારણ સભા સ્વાગત પ્રવચન મંડળીના મંત્રી રૂપલબેન સરવૈયા દ્વારા કરવામાં આવેલ તેમજ મંડળીની ત્રણ વર્ષ દરમ્યાન કરેલી પ્રગતિ અંગેની કામગીરી તેમજ મંડળીમાં આવેલ કુલ ડિપોઝિટ રૂ.94 લાખ થી વધુ સામે થયેલ ધિરાણ 1 કરોડ થી વધુ કરવામાં આવેલ જેમાં વાર્ષિક ચોખ્ખો નફો રૂ.72 હજાર થી વધુ કરવામાં આવેલ જે હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ મંડળીના ચેરમેન અરુણાબેન બાબરીયા દ્વારા મંડળીમાં ચાલતી અનેક યોજનાઓ જેવીકે જાત જામીનગીરી ધિરાણ, હુન્નર શૈક્ષણિક ધિરાણ, સમર્થ ક્રેડિટ ધિરાણ, ભાગ્યશ્રી વિદ્યા ધિરાણ, પ્લેઝ ધિરાણ, શુભ તિલક ગૃહ ધિરાણ, અન્નપૂર્ણા ગ્રોસરી ધિરાણ, આપાતકાલીન મેડિકલ ધિરાણ, નિવાસ કલ્યાણ ધિરાણ, આત્મનિર્ભર બિઝનેસ ધિરાણ જેવા અલગ અલગ ધિરાણમાં વધુ માં વધુ બહેનો લાભ લે અને આત્મનિર્ભર બને તેમ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું.
જયારે આ સભામાં શહેર તેમજ આજુબાજુના ગામોમાં માંથી બહોળી સંખ્યામાં મહિલાઓ આવીને આ સભાને દીપાવેલ હતી. રમાબેન હિરપરા પ્રમુખ અમરેલી જીલ્લા ભાજપ મહિલા મોરચા, ભાવનાબેન સતાસીયા ડિરેક્ટર અમર ડેરી અમરેલી, કુસુમબેન ડોડીયા પૂર્વ પ્રમુખ બગસરા નગર પાલિકા, ડોલીબેન અજમેરા મેંદરડા ડિરેક્ટર જૂનાગઢ જિલ્લા બેન્ક, દિશાબેન ભેંસાણીયા સમઢીયાળા, જિજ્ઞાબેન સાદરાણી, જ્યોત્સનાબેન ગોધાણી સરપંચ ભલગામ(મોટા), રંજનબેન ગોહિલ પૂર્વ પ્રમુખ અમરેલી જિલ્લા ભાજપ, ચંદ્રિકાબેન વાડદોરીયા પૂર્વ ચેરમેન જૂનાગઢ જિલ્લા પંચાયત સહિત મહાનુભાવો પધાર્યા હતા. સાધારણ સભામાં ગીર સોમનાથ જિલ્લા પ્રભારી શરદભાઈ લાખાણીને સૌરાષ્ટ્ર મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરીયા વાઇસ ચેરમેન દિવ્યેશભાઈ વેકરીયા મંત્રી દીપકભાઈ આંબલિયા જનરલ એમ.ડી. જયસુખભાઈ ગોંડલીયા દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે બગસરા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી,પાલિકા પ્રમુખ નીરવભાઈ ગોંડલીયા,તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભેંસાણીયા તેમજ એડવોકેટ અશોકભાઈ પંડિયા દ્વારા પણ શરદભાઈ લાખાણીનુ બહુમાન કરી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન વિશ્વાબેન નકુમ અને રશ્મિતાબેન માંડણકાએ કરેલ હતું.

રિલેટેડ ન્યૂઝ