રૂા. સાડા ચાર લાખના મુદ્દામાલ સાથે સાત 5કડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીબી પોલીસે સોમવારે કરેલી કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના માળી ગામે એક શખ્સ દ્વારા સંચાલિત જુગારના અખાડામાંથી સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી પોલીસે કુલ રૂ. 4,51,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા, પીઠાભાઈ ગોજીયા અને જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના માળી ગામે ગલાધાર વાડી વિસ્તારમાં રહેતા રાણા દેવા જામ નામના 45 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના વાડીએ જુગાર રમવા માટે બહારથી માણસો ભેગા કરી, અહીં તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સ્થળેથી પોલીસે રાણા દેવા જામ, ખંભાળિયામાં રહેતા જગદીશ હરીશંકર આરંભડીયા, ગઢવી નારણ નાથા ભોજાણી, મેરુ નારણ જોગલ, આલા ફોગા કારીયા, સંદીપ ઉર્ફે ચુનીયો હસમુખભાઈ રૂઘાણી અને પરબત લખમણ ચાવડા નામના સાત શખ્સોને દબોચી લીધા હતા. આ દરોડા દરમ્યાન પોલીસે રૂ. 1,30,500 ની રોકડ રકમ તથા રૂપિયા 70,500 ની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન, રૂ. 50,000 ની કિંમતનું એક મોટરસાયકલ અને રૂ. 2,00,000 ની કિંમતની એક મોટરકાર સહિત કુલ રૂ. 4,51,000 નો મુદ્દામાલ કબજે કરી, આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, કિશોરભાઈ નંદાણીયા, દિનેશભાઈ માડમ, અરજણભાઈ મારુ, ખીમાણંદભાઈ આંબલીયા, પીઠાભાઈ ગોજીયા, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર, જયપાલસિંહ જાડેજા, સચિનભાઈ નકુમ અને નરસિંહભાઈ સોનગરા દ્વારા કરવામાં આવી હતી.