દ્વારકાથી આશરે 16 કિલોમીટર દૂર ધીણકી ગામે રહેતા પ્રવીણભા રાજાભા માણેક નામના 30 વર્ષના યુવાન સાથે આરોપી અને ફરિયાદી પરિવારના યુવક-યુવતીની સગાઈ બાબતનો ખાર રાખી, આરોપી ડાડુભા વરજાંગભા ભગાડ, તેમના કુટુંબી રાણાભા અને દેવેન્દ્રભા વરજાંગભા ભગાડ નામના ત્રણ શખ્સોએ મોટરસાયકલ પર આવી, તેમને લાકડી વડે બેફામ માર માર્યો હતો. આટલું જ નહી, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર મામલે દ્વારકા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોજપ ગામેથી વિદેશી
દારૂ સાથે બે ઝડપાયા
મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા અજયભા ભાવુભા હાથલ અને નરેશ ઉર્ફે દેવુ પુંજાભાઈ વારસાકિયા નામના બે શખ્સોને એલસીબી પોલીસે રૂ. 2,000 ની કિંમતના વિદેશી દારૂના 20 ચપલા તેમજ એક મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો તેઓએ ભીમરાણા ગામના જોગેન્દ્રસિંહ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે મીઠાપુર પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.