ગામતળ અને ગૌચરની 27,274 ચો.મી. દોઢ કરોડ કરતાં વધુ રકમ ની જમીનના દબાણો દૂર કરાયાં, પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી સાંજ સુધી ચાલ્યું ઓપરેશન
ઉના તાલુકાના કાળાપાણ ગામે ગામતળ તથા ગૌચર ની સરકારી જમીન પર થયેલા અનધિકૃત દબાણો સામે તાલુકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ બંદોબસ્ત વચ્ચે વહેલી સવારે શરૂ થયેલી દબાણ હટાવવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી.બે જેસીબી, ટ્રેક્ટરો તેમજ કર્મચારીઓના કાફલા ની મદદથી ગેરકાયદેસર બાંધકામો, દુકાનો, ઓટલા અને વાડાઓ સહિતના દબાણો દૂર કરીસરકારીજમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ કાળાપાણ ગામમાં ગામતળ તથા ગૌચરનીસરકારીજમીનપરલાંબા સમયથી વિવિધ પ્રકારના અનધિકૃત દબાણો થયેલા હતા.આ દબાણોમાં દુકાનો, ઓટલા, વાડા સહિતના બાંધકામોનો સમાવેશ થતોહતો.ગ્રામપંચાયતદ્વારાઅગાઉ સંબંધિતદબાણકર્તા ઓને દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાટેગુજરાતપંચાયત અધિનિયમની કલમ 105 હેઠળ ત્રણ-ત્રણવખતનોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણો દૂર કરવામાં ન આવતા આખરે તંત્ર દ્વારા સ્થળ પર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન ગ્રામપંચાયતના સર્વે નંબર 127 અને 96 હેઠળ આવેલી ગૌચરની જમીન પૈકી આશરે 36 હેક્ટર 74 ગુંઠા એટલે કે 23,674 ચોરસ મીટર જમીન તથા ગામતળની આશરે 3,600 ચોરસ મીટર જમીનમળીકુલ 27,274 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાંઆવીહોવાનુંતંત્રદ્વારાજણાવાયું હતું. આ જમીનની કુલ કિંમત આશરેરૂ.1,52,29,600 હોવાનું જણાવાયું છે.
વહેલી સવારે આશરે 8 વાગ્યાથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના નિયુક્ત અધિકારીની દેખરેખ હેઠળ બે જેસીબી, ટ્રેક્ટરો અને કર્મચારીઓનો મોટો કાફલો કાળાપાણ ગામે પહોંચ્યો હતો. ત્યારબાદ એક પછી એક અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારથી શરૂ થયેલી કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થળ પર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપરાંત ગ્રામપંચાયત ના સરપંચ, સભ્યો, તલાટી-મંત્રી, આગેવાનો તેમજ સંબંધિત વિભાગોના કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
કાર્યવાહી દરમિયાન ઉના પીજીવીસીએલનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો. જરૂરી કાર્યવાહી મુજબ સંબંધિત દબાણોનો વીજ પુરવઠો કાપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડીમોલેશનની કામગીરી આગળ ધપાવવામાં આવી હતી.
દબાણ ખુલ્લા કર્યા અને પંચાયતને કબજો સોંપાયો
તાલુકા પંચાયત દ્વારા નિયુક્ત અધિકારીની હાજરીમાં દબાણો દૂર કર્યા બાદ ખુલ્લી કરવામાં આવેલી સરકારી જમીનનો કબજો ગ્રામપંચાયતને સોંપવામાં આવ્યો હતો. તેમજ ભવિષ્યમાં ફરીથી આ સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું અનધિકૃત દબાણ ન થાય તે માટે તકેદારી રાખવા ગ્રામપંચાયતને સૂચનાઓ આપવામાં આવી હતી.કાળાપાણ ગામે સવારથી મોડી સાંજ સુધી ચાલેલી સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં તંત્ર અને ગ્રામજનો દ્વારા રાહતનો અનુભવ કરવામાંઆવ્યો હતો.